શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગરના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
ગાંધીનગર, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, ગાંધીનગરની સામાન્ય સભા સે-૧૬ ખાતે યોજાઈ હતી. જેમાં વિદાય લઈ રહેલા પ્રમુખ અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના હાલના પ્રમુખ પિનાકીનભાઈ રાવલે તેમના ઉત્તરાધિકારી તરીકે નરેશભાઈ દવેના નામની ભલામણ કરતા ઉપસ્થિત આજીવન સભ્યોએ પસંદ કર્યા હતા.
નરેશભાઈ દવે ગાંધીનગરના તમામ ભુદેવોના સંગઠનથી ૧૯૮૧થી રજીસ્ટર્ડ અને શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગરના નવા પ્રમુખ બન્યા છે. તેઓએ મહામંત્રી તરીકે મુકેશભાઈ શુકલ અને ખજાનચી તરીકે નરેન્દ્રભાઈ વ્યાસની વરણી કરી હતી અને અન્ય હોદેદારોની પણ જાહેરાત કરી હતી.
જેમાં ઉપપ્રમુખ તરીકે મુંજાલભાઈ રાવલ, જતીનભાઈ શુકલ, ગૌરાંગભાઈ વ્યાસ, જનકભાઈ રાવલ, પરેશભાઈ દવે, સુમનભાઈ શુકલા, ઉમેશભાઈ ઝા કેતનભાઈ વ્યાસ કેતનભાઈ ઉપાધ્યાય ધનંજયભાઈ યાજ્ઞિક જયારે સહમંત્રી તરીકે મિતુલભાઈ જાેષી બાલકૃષ્ણભાઈ જાેષી, મયંકભાઈ ભટ્ટ, મહેશભાઈ પુરોહીત મેહુલભાઈ દવે અને સંગઠન મંત્રી તરીકે
અખીલેશ પુરોહીત, ચંદ્રકાંતભાઈ રાવલ, તપનભાઈ ત્રિવેદી, નિતીનભાઈ ત્રિવેદી, સચીનભાઈ ભટ્ટ જતીનભાઈ ઠાકર જયેન્દ્રભાઈ ભટ્ટ, પ્રમોદભાઈ રાવલ, પ્રદીપભાઈ દવેની વરણી થઈ હતી. આ ઉપરાંત લીગલ સેલ માટે કેતનભાઈ વ્યાસ, જીજ્ઞેશભાઈ જાેષી સોશીયલ મીડીયા સેલ
માટે કેતનભાઈ ઉપાધ્યાય પિયુષભાઈ પંડયા, આઈટી સેલ માટે ગૌરાંગભાઈ વ્યાસ નિગમભાઈ વ્યાસ, વિપુલભાઈ દવે, વગેરે કમલેશ ઉપાધ્યાય રાજેન્દ્ર રાજગોરની સર્વાનુમતે વરણી કરી હતી.