શ્રી સરસ્વતી વિદ્યાલય રમાસ તાલુકો બાયડમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્વેટર વિતરણ
બાયડ તાલુકાની છેવાડાની અને ફક્ત બક્ષીપંચના વિદ્યાર્થી ધરાવતી શ્રી સરસ્વતી વિદ્યાલય રમાસમાં શાળાના આચાર્ય શ્રી ઉન્મેશભાઈ પટેલના સંનિષ્ઠ પ્રયત્નો થી શાળાના તમામ બાળકોને શનિવારે તારીખ 23 4 2019 ના રોજ શ્રી ભાઈલાલભાઈ ધરમાભાઈ પટેલ ગામ શિકા તથા શ્રી ભીખાભાઇ ફકીરભાઈ પટેલ ગામ જાલમપુરા દ્વારા ઉદાર હાથે ૭૦ જેટલા સ્વેટર નું દાન મળેલું જેમને દાતાઓની હાજરીમાં તમામ બાળકોને વિતરણ કરવામાં આવ્યું …આ પ્રસંગે નવયુગ કેળવણી મંડળના ચેરમેન શ્રી કાન્તીભાઈ આર પટેલ તેમજ મંત્રી શ્રી અનિલભાઈ પટેલ હાજર રહ્યા શાળા પરિવાર તેમજ કેળવણી મંડળે દાતાઓના ઉમદા ભાવને બિરદાવી અને તેમનો આભાર માન્યો હતો