શ્રી સરસ્વતી વિદ્યાલય રમાસ તાલુકો બાયડનું ગૌરવ
ધનસુરા મુકામે યોજાયેલ 71 મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી માં શ્રી સરસ્વતી વિદ્યાલય રમાસ તાલુકો બાયડ ના યુવા પ્રિન્સીપાલ શ્રી ઉન્મેશભાઈ બી પટેલના માર્ગદર્શન હેઠળ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં અરવલ્લી જિલ્લા તથા ગુજરાત કક્ષાએ શ્રેષ્ઠ પ્રોજેક્ટ તરીકે પસન્દગી પામી નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા બદલ તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારણા અને શાળાના વિકાસ માટે પ્રશંસનીય પ્રયત્નો કરી શિક્ષક સમાજ માટે માર્ગદર્શનરૂપ બનવા બદલ અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી મોડાસા અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ના સંયુક્ત ઉપક્રમે પ્રશસ્તિ પત્ર આપીને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુમાર કાનાણી સાહેબની ઉપસ્થિતિમાં, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમારના હસ્તે સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવતા શાળા પરિવારમાં તેમજ રમાસ ગામમાં આનંદ છવાયો હતો.