શ્રી સોમનાથ ટ્રસ્ટના કેશુભાઇ પટેલે આજે જન્મદિન નિમીતે ઇ-મહાપૂજા, મહામ્રુત્યુંજય પૂજા કરી

શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલે જન્મદિને ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાનેથી વીડીઓ કોલીંગ ના માધ્યમથી ઇ-મહાપૂજા,આયુષ્યમંત્ર જાપ,મહામ્રુત્યુંજય જાપ પૂજાનો ઇ-સંકલ્પ કરેલ.
શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલનો 93 વર્ષમાં મંગલ પ્રવેશ.. માનનીય અધ્યક્ષશ્રી ના જન્મદિવસ નિમીતે શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ મહાદેવને માનનીય અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ, મહાપૂજન કરવામાં આવેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી કેશુભાઇ પટેલને ટ્રસ્ટીશ્રીઓ, તથા ટ્રસ્ટ પરિવાર તરફથી જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી.