શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌસેવા સરક્ષણ અને સંવર્ધન માટે ચિંતન શિબિર યોજાઈ
આ સેમિનારમાં ૪ સત્ર દરમિયાન ગીર ગાય અને દેશી ગાય ની ઓળખ ગૌ સંવર્ધન વૈજ્ઞાનિક પદ્ધતિથી ખોરાક અને માવજત ઋષિ પદ્ધતિથી સારવાર ભારતના અર્થતંત્રમાં સ્વચ્છતા અને ઉર્જા નો ફાળો પ્રમાણિકતા સાથે ગૌ પાલન જેવા અનેક વિષયો ઉપર ડો. એચ એચ સવસાણી, ડો. શુક્લા, સિદ્ધાર્થ ભાઈ વ્યાસ, ડો. દીપકભાઈ, ડો.અમિત કથીરીયા, ડોક્ટર પી એચ ટાંક સહિતના લોકોએ આ સેમિનારમાં જોડાનાર સ્થાનિક ખેડૂતો તેમજ પશુપાલકોને આધુનિક પદ્ધતિથી ગૌ સંવર્ધન કરવા માટે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી
આ સમારોહ નો પ્રારંભ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે ડી પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આશેલ. સમાપન સત્ર માં આભારવિધિ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા કરી સેમીનાર ની પુર્ણ કરવામાં આવેલ. સેમીનાર ને સફળ બનાવવા શ્રી સોમનાથ ટ્રસ્ટ ગૌશાળા ટીમ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.