શ્રી સોમનાથ મહાદેવને પીતાંબર અને પુષ્પનો મનમોહક શૃંગાર કરવામાં આવેલ

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે શ્રાવણમાસના બીજા સોમવારે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમઃ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો… શ્રી સોમનાથ મહાદેવને પીતાંબર અને પુષ્પનો મનમોહક શૃંગાર કરવામાં આવ્યો હતો. રવિવારે 15મી ઓગસ્ટની રજા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો સોમનાથ દર્શન કરવા ઉમટી પડ્યા હતા.