શ્રી સોમનાથ મહાદેવને 15 મી ઓગસ્ટ એ વિશેષ શૃંગાર
અમદાવાદના શિવભક્ત મહિપતસિંહ વાઘેલા એ જગન્નાથ-દ્વારકા-નાથદ્વારા સહીતના વાઘા તેમજ વસ્ત્રો તૈયાર કરનાર સુનીલભાઇ સોની અમદાવાદ પાસે રજવાડી પેટર્ન ની શેષનાગના છોગું-રક્ષાબંધનની રાખડીઓ- ત્રિરંગા શૃંગારનુ દર્શન, મોતીના લટકણ- આટીઓથી 3 દિવસની મહેનતે પાઘડી તૈયાર કરેલ હતી. ખાસ તૈયાર કરી સોમનાથ પાઘડી પહોચતી કરેલ. જામનગરના વિક્રમસિંહ જાડેજા પરિવાર તરફથી તૈયાર કરેલ રાખડી પણ વિશેષ શૃંગારમાં ધરવામાં આવેલ. રાષ્ટ્રીય અને આધ્યાત્યાત્મિકતા ના સુભગ સમન્વય સાથે પુજાચાર્ય ધનંજયભાઇ દવે અને સાથી પુજારી વૃંદે 5 કલાકની મહા મહેનતે વિશેષ ત્રીરંગા શૃંગાર તૈયાર કરેલ હતો. જેના દર્શન અને આરતી બાદ ભક્તો ભારત માતા ની જય અને જય સોમનાથ નો નાદ ગુંજી ઉઠેલ હતો.