શ્રી સ્વામિનારાયણ ગાદી સત્સંગી ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ચેક વિતરણ
અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામ ખેડા ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન મુખવાણી વચનામૃત દ્વીશતાબ્દી મહોત્સવ તથા શ્રીજી સ્વયંમૂર્તિ અબજીબાપાની શતામૃત મહોત્સવ ઉપક્રમે ૨૭૦ શ્રી વચનામૃત પોથીયાત્રા નીકળી હતી જે શહેરમાં ફરી શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ મહોત્સવમાં કિર્તન ભક્તિ, કથાવાર્તા, કેસર જળથી અભિષેક મહાઆરતી સંપન્ન થયો હતો.
પ.પૂ.આચાર્ય સ્વામીજી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્યમાં સંસ્કાર, ધર્મ, ભક્તિ હોય તે પોતાનું જીવન ઉધ્ધત બનાવી શકે છે. વ્યસનોને સંપૂર્ણ તિલાંજલી જ મનુષ્યનું સાચુ કર્તવ્ય છે. મનુષ્ય જીવ સંસારમાં નારાવંત સુખ માટે દોડાદોડ કરે છે. પરંતુ તે જા ભગવાન સંબંધી કાર્ય માટે દોડા દોડ કરે તો તેનું જીવન સપળ બની જાય છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સત્સંગી ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને રૂ.સાડા પાંચ લાખના સહાયતા ચેક વિતરણ કરાયા હતા.