શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા નિ:સ્વાર્થ સેવા યજ્ઞ
વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા ખોફનાક, પ્રાણઘાતક કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કરી ચૂકયો છે. ત્યારે તેની અગમચેતીના પગલારૂપે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના નેજા હેઠળ ઉચ્ચ કોટીનો હજારો કિલો અજમો અને હજારો કિલો કર્પૂર મિશ્રિત લાખોની સંખ્યામાં માસ્ક અને નાના બાળકો માટે નાની નાની ગળામાં પહેરી શકાય તેવી પોટલી બનાવવામાં આવી છે.
લાખ્ખોની સંખ્યામાં માસ્ક અને નાની નાની ગળામાં પહેરી શકાય તેવી પોટલીઓ વિતરણ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં પૂજનીય સંતો દ્વારા નિઃશુલ્ક સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. આ માનવતાવાદી કાર્યમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સાથે શ્રીજી મધ તથા જી એમ હોઝીયરીવાળા લિયાકતભાઈ એ ઉદાર દિલથી સહયોગ આપ્યો છે.
ભારતમાં ઘાતક કોરોના વાયરસના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે કોરોના વાયરસના કુલ પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 275એ પહોંચી ચૂકી છે અને 5 લોકોના મોત થયા છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે સતત કાર્યશીલ છે જેના પગલે પીએમ મોદીએ પણ રવિવારે જનતા કરફ્યુની અપીલ કરી હતી. વિશ્વસ્તરે કોરોના વાયરસ 11,430થી વધારે લોકોનો ભોગ લઇ ચૂક્યો છે અને પ્રતિ દિવસ આ આંકડો સતત વધી રહ્યો છે.
તાજેતરની માહિતી મુજબ દુનિયામાં 2,77,130 થી વધારે લોકો COVID-19થી ઇન્ફેક્ટેડ છે. ચીન, ઇટાલી, સ્પેનમાં સૌથી વધારે કેસો સામે આવ્યા છે. ચીનમાં કોરોનાના 81,200 કન્ફર્મ કેસ છે જ્યારે ઇટાલીમાં 47,021 કેસો છે તથા 4032થી વધારે લોકો માર્યા ગયા છે. ઇરાનમાં પણ કોરોનાના 19,644થી વધારે કેસો સામે આવ્યા છે. સ્પેનમાં 21,571 કન્ફર્મ કેસો થયા છે.