શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર ખાતે શાકોત્સવના ઓન લાઈન દર્શન
શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞા અન્વયે હાલના કોરોના મહામારીમાં સંજોગોને ધ્યાનમાં રાખીને દિવ્ય શાકોત્સવની વર્ચ્યુઅલ ઉજવણી કરાઇ હતી જેનાં દર્શન હરિભકતોએ ઓન લાઈન કર્યા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ વિવિધ પ્રકારની વાનગીઓના અન્નકૂટના દર્શન પણ નિહાળવામાં આવ્યાં હતાં.