Western Times News

Gujarati News

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર કુમકુમ મંદિર દ્વારા ઓનલાઇન સભા યોજવામાં આવી

આજના યુવાનોએ માતા-પિતાની સેવા કરવાના શપથ લઈને શ્રાદ્ધ પક્ષની ઉજવણી કરવી જોઈએ
સત્સંગ સભામાં કુમકુમ મંદિર ના સાધુ પ્રેમ વત્સલ દાસજી એ જણાવ્યું હતું કે આપણે ત્યાં ભાદરવા વદ એકાદશીથી ભાદરવા વદ અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ ઉજવણી કરવામાં આવે છે

સંતાનો પોતાના પૂર્વજોને શ્રાધ અર્પણ કરે છે ખરેખર આવી શુભ ભાવના આપણા ભારતીયોમાં વર્ષોથી જોવા મળી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે પરંતુ હવે આજના આધુનિક યુગમાં માણસો રાત્રિ અને દિવસ દોડતા થઈ ગયા છે તેના કારણે ઘણા ઘરોમાં માતા-પિતા દાદા-દાદી ઓ ની સેવામાં અવગણના થતી જોવા મળી રહી છે

શહેરોની અંદર વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે ત્યારે આજના યુવાનો થોડું જાગવાની જરૂર છે આત્મખોજ કરવાની જરૂર છે આજના સંતાનોની જવાબદારી બની જાય છે કે જ્યારે માતા પિતા ઉંમરલાયક થાય નિરાધાર થાય ત્યારે તેમની સેવા દિલ દઈને કરવી જોઈએ આજના દરેક સંતાનોએ મારી દૃષ્ટિએ ઘણી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે એ પુત્ર તારો જન્મ થયો ત્યારે તું રડતો હતો માં હસતી હતી હવે એટલું ધ્યાન રાખજે તું હસતો હોય અને મારી રડતી હોય એવું ના બને

આ સંસારની બે ઘર વિનાની માતા માટે માનવીના નું ઘર અને ઘર વિનાની મા આવી કરુણા નું સર્જન ના કરતો
જે માતા-પિતા અને ચાર સંતાનોને મોટા કર્યા છે  પોતાનું લોહી નું પાણી કરીને સારી રીતે ભણાવીને મોટા કર્યા છે પરંતુ આજે ચાર ચાર સંતાનો ભેગા થઇને માતા-પિતા ને સાચવી શકતા નથી તેમનું પોષણ કરી શકતા નથી સેવા કરી શકતા નથી એટલે માતા-પિતાને વેચવામાં આવે છે મા એક પુત્રના ઘરે રહે અને પિતા બીજા પુત્રના ઘરે રહે છે

માતા-પિતાના વારા પાડવામાં આવે છે ચાર પુત્રના ઘરે એક એક  મહિનો રહે ખરેખર એ થોડું વિચારો અને આવી karun પરિસ્થિતિનું સર્જન ના કરશો તમે નાના હતા ત્યારે માતાએ ઘણું દુઃખ સહન કર્યું છે તેથી આજે સેવા કરવાની જવાબદારી આપણી છે માટે માતાપિતાની સેવા કરવી જોઈએ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીના 139 માં શ્લોકમાં આજ્ઞા કરી છે કે દરેક સંતાન એ પોતાના માતા પિતા ની સેવા કરવી જોઈએ અને એમની આંતરડી ઠારવી જોઈએ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના પિતા ધર્મદેવ અને ભક્તિમાતા ની ખુબ સેવા કરી હતી અને જ સમાજના સંદેશો આપ્યો છે એ જ સમાજના સંદેશા ને આપણે સૌ કોઈ જીવનમાં ઉતારવાની ખાસ જરૂર છે અત્યારે આજના યુવાનો સાથ આવે ત્યારે ઉજવણી કરે છે પણ જ્યારે માતા પિયા માતા-પિતા હયાત હોય ત્યારે તેમની સેવા કરતા નથી

તો આજનો યુવાનોને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે માતા-પિતા હયાત હોય ત્યારે તેમની સેવા કરવી જોઈએ અને આંતરડી ઠારવી જોઈએ અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ  આ સાથે પ્રેમ વત્સલ દાસજી સ્વામીએ ભગવાનમાં સ્નેહ કરવાની વાત પણ કરી હતી  અંતમાં મહંત શ્રી આનંદ પ્રિય દાસજી સ્વામીએ આશીર્વચન આપ્યા હતા સાધુ પ્રેમવત્સલ દાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.