શ્રી સ્વામિનારાયણ મંદિર કડીનો ૧૦૩ મો પાટોત્સવ ઉજવાયો
અમદાવાદ, શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કડીનો ૧૦૩ મો પાટોત્સવ ઉજવાયો.
આ પર્વે શ્રી ઘનશ્યામ મહારાજનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો ઉપરાંત ભવ્ય અન્નકૂટ આરતી કરાઈ હતી તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી સમૂહ પારાયણો પણ યોજાઈ હતી.
આ પર્વે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં વ્યસનો અધોગતિને પંથે દોરે છે. ભગવાન પ્રત્યે શ્રધ્ધા અને આસ્થા હોય તેને કોઈનો પણ ભય રહેતો નથી.
જેણે ભગવાન પ્રત્યે દ્રઢ આશરો કર્યો હોય તે હંમેશા ર્નિભય રહે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટય જયંતિ મહોત્સવે દરેક મનુષ્યે જીવનમાં સંસ્કારના બીજનું વાવેતર કરવું. આ પાટોત્સવમાં દેશ પરદેશના હરિભક્તોએ આોનલાઈન દર્શન, શ્રવણનો લાભ લીધો હતો.