શ્રી હરિબાવા સેવક સંઘ દ્વારા જાેધલપીર સોસાયટી ખાતે નોટબુક ચોપડા વિતરણ કરાયું

(પ્રતિનિધિ) ભરૂચ, શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત દ્વારા જંબુસર જાેધલપીર સોસાયટી ખાતે મઠ મહેગામ ગાદીપતિ દરિયા બાની ખાસ ઉપસ્થિતિમાં સમાજના જરૂરિયાતમંદ બાળકોને નોટબુક ચોપડા વિતરણ કરાયું હતું જેમાં ૧૦૦ ઉપરાંત લાભાર્થી બાળકોને લાભ અપાયો હતો.
શ્રી હરિ બાવાએ ૪૭૮ વર્ષ પહેલા સેવાનો ભેખ ધારણ કરેલ અને સમાજસેવા કરી સમાજને મદદરૂપ બનેલા એવા સદગુરુનો મહિમા દેશ પરદેશ સુધી પહોંચે તે માટે શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત દ્વારા વિનામૂલ્યે કેલેન્ડર વિતરણ નૈવેદ્યનું આયોજન નોટબુક વિતરણ સહિત તાલુકાના સમાધિ મંદિર દર્શન યાત્રા પ્રવાસ કરાવવામાં આવે છે.
હરિબાવા સેવક સંઘનો મુખ્ય ઉદ્દેશ સમાજને એકત્રિત કરી સંગઠિત કરવાનો છે.જે અંતર્ગત આજરોજ જાેધલપીર કૃપા સોસાયટી ખાતે સમાજના જરૂરિયાતમંદ બાળકોને નોટબુક ચોપડા હરિ બાવાના પ્રસાદ સ્વરૂપે નિઃ શુલ્ક વિતરણ મઠ મહેગામ ગાદીપતિ દરિયા બાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
જેનો ૧૦૦ ઉપરાંત જરૃરીયાતમંદ વિદ્યાર્થી ભાઈ બહેનોને લાભ મળ્યો હતોઆ પ્રસંગે ઉપસ્થિત દરિયા બાત દ્વારા આર્શિવચન પાઠવવામાં આવ્યા હતા.સંઘ દ્વારા જે સામાજિક શૈક્ષણિક કાર્યો કરવામાં આવે છે તે કાર્યને બિરદાવ્યુ હતુ અને સમાજને એક રહેવા જણાવ્યું તથા પ્રોગ્રેસીવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે કાર્યો કરવામાં આવે છે તેણે પણ બિરદાવ્યા હતા.
સંઘ વધુને વધુ સમાજ ઉપયોગી કાર્યો કરે તથા સમાજને જાગૃત કરે તેમ જણાવ્યું હતું. હરિબાવા સંઘને જે સહકાર આપવામાં આવ્યો છે.જે બદલ જંબુસર તાલુકાના ભક્તોનો આભાર સંઘ દ્વારા માનવામાં આવ્યો હતો.આ પ્રસંગે સમાજના ભાઈ – બહેનો અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.