શ્રૃતિએ કમલ હાસનની બાયોપિક ડિરેક્ટ કરવાનો ઇનકાર કર્યાે
મારા કરતાં ટૅલેન્ટેડ ડિરેક્ટર આ કામને વધુ ન્યાય આપી શકે છે
શ્રૃતિ તાજેતરમાં ફાધર્સ ડે નિમિત્તે યોજાયેલાં એક કાર્યક્રમમાં હાજર રહી હતી, જેમાં તેને ઓડિયન્સ દ્વારા કેટલાંક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા
મુંબઈ,સાઉથના વિવિધ સુપરસ્ટાર્સ જેમકે, ઇલ્યારાજાના જીવન પર હાલ બાયોપિક બની રહી છે. તો બની શકે છે કે કોઈ કમલ હાસન પર પણ બાયોપિક બનાવી શકે છે, આ જ મૂદ્દે એક કાર્યક્રમ દરમિયાન કમલ હાસનની દિકરી શ્રૃતિ હાસનને આ અંગે પૂછવામાં આવ્યું હતું, જેના જવાબનાં કારણે તે ચર્ચામાં રહી હતી. શ્રૃતિ તાજેતરમાં ફાધર્સ ડે નિમિત્તે યોજાયેલાં એક કાર્યક્રમમાં હાજર રહી હતી. જેમાં તેને ઓડિયન્સ દ્વારા કેટલાંક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમાં એક પ્રશ્ન એવો હતો કે, શું તે પોતાના પિતાની બાયોપિક ડિરેક્ટ કરશે?
આ પ્રશ્નના જવાબમાં શ્રૃતિએ સ્પષ્ટપણે જણાવ્યું કે,“હું મારા પિતાની બાયોપિક ડિરેક્ટ નહીં જ કરું. એવાં મારાંથી ટૅલેન્ટેડ ઘણા ડિરેક્ટર્સ છે, જેઓ તેમના જીવનને ન્યાય આપી શકે, એમને જ આ કામ કરવા દો.” થોડાં વખતથી એવી પણ ધારણાઓ અને ચર્ચાઓ ચાલે છે કે શ્રૃતિ પોતાના પિતાની બાયોપિક સાથે ડિરેક્ટર બનવાનું વિચારી રહી છે. આ જવાબથી તેણે આ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. કારણ કે તે માને છે કે તેના પિતાના શાનદાર જીવનને ન્યાય આપી શકે તેવી શાનદાર ફિલ્મ બનાવી શકે તેવા ડિરેક્ટર્સ ઇન્ડસ્ટ્રીમાં છે. કારણ કે અનુભવી ડિરેક્ટર્સ કમલ હાસનના જીવનને વધુ ઊંડાણપૂર્વક અને નિપુણતાપૂર્વક બનાવી શકે છે. ss1