શ્રૃતિ હસન પીપીઈ કીટ પહેરીને દેખાઈ
મુંબઈ: કોરોના વાયરસ ફેલાયા પછી લોકો ઘણીવાર પીપીઇ કિટ્સમાં દેખાય છે. તાજેતરમાં વધુ એક એકટ્રેસ પી.પી.ઇ કીટમાં દેખાઇ. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તે એક ખૂબ જ પ્રતિભાશાળી એક્ટ્રેસ છે જે અભિનય ઉપરાંત સંગીતમાં પણ નિષ્ણાત છે અને ફરી એકવાર તે અભિનય ઉપરાંત પોતાના પ્રથમ પ્રેમ સંગીતને પણ સમય આપી રહી છે. આ એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર એક્ટર કમલ હસનની પુત્રી છે.
શું તમે તેને હજુ સુધી ઓળખી શક્યા છો? બ્લેક પીપીઈ કિટમાં દેખાઈ રહેલી આ એક્ટ્રેસ શ્રૃતિ હસન છે. તાજેતરમાં જ શ્રુતિ હસન કામના સંબંધમાં ચેન્નઈ, હૈદરાબાદ અને બેંગ્લોર જેવા શહેરોમાં ઘણી વખત ગઈ હતી તે મુસાફરી દરમિયાન તેણે પીપીઈ કીટ પહેરી હતી.
શ્રુતિએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક તસવીર પણ મૂકી છે જેમાં તે પ્રવાસ માટે તૈયાર થઈ રહી છે અને આ તસવીર વાયરલ થઈ ગઈ છે. લોકો આ તસવીર પણ જોઇ રહ્યા છે કારણ કે સામાન્ય રીતે લોકો વ્હાઇટ પીપીઈ કીટમાં દેખાય છે પરંતુ શ્રુતિ બ્લેક પીપીઈ કિટમાં દેખાઈ રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્રુતિએ વર્ષ ૨૦૧૦ માં ફિલ્મ લકથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.
ત્યારબાદ તેણે અનેક તમિલ ફિલ્મોમાં અભિનય કર્યો. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો શ્રુતિ છેલ્લે અર્જુન રામપાલ સાથે ફિલ્મ ‘ડી-ડે’માં જોવા મળી હતી, જેમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. હવે શ્રુતિ અભિનય કરતા સંગીત પર વધુ ધ્યાન આપી રહી છે.