શ્રેયસ ઐયરે વિરાટ કોહલીને મસાલા ઢોંસા મોકલાવ્યા
કેપ્ટન વિરાટ કોહલીએ બિરયાની મોકલાવી-૫૦૦ મીટરના અંતરે જ રહેતા બન્ને ખેલાડીએ સોશિયલ ડિસ્ટન્શિંગનું પાલન કરતા એક બીજાની સરભરા કરી
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી કોરોના વાયરસને કારણે લાંબા સમયથી મુંબઇમાં તેની માતાથી દૂર છે. આ સ્થિતિમાં તાજેતરમાં જ તેને ક્રિકેટરની માતાના હાથનું ભોજન લેવાની તક મળી હતી. વળી, તેણે તેના બદલામાં તેના હાથથી બનેલી બિરયાનીની ગિફ્ટ મોકલી હતી.
હકીકતમાં વિરાટની કપ્તાની હેઠળ રમી રહેલો મુંબઇનો આક્રમક બેટ્સમેન શ્રેયસ ઐયર તેના ફ્લેટથી થોડે દૂર જ રહે છે. શ્રેયસ જ તેની માતાના હાથે બનેલો મસાલા ઢોંસા વિરાટ માટે લઇ ગયો હતો. વિરાટે ઇન્સ્ટાગ્રામ પર આ ‘પડોશી’ની પ્રશંસા કરી હતી. વિરાટે ઈન્સ્ટાગ્રામ પર પોતાની અને શ્રેયસની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં બંનેએ માસ્ક પહેરેલા છે. વિરાટે કેપ્શનમાં લખ્યું છે, ‘અમારાથી ૫૦૦ મીટર દૂર રહેતા આ પ્રકારના પડોશીએ અમને ઘરે બનાવેલા નીર ઢોંસા આપ્યા અને અમારા ચહેરા પર સ્મિત લાવી દીધું.
તમારી માતાનો ઘણો આભાર, કારણ કે અમે લાંબા સમયથી આવા સ્વાદિષ્ટ ઢોંસા ખાધા નથી. આશા છે કે તમે પણ મશરૂમ બિરયાની મજા માણી હશે, જે બદલામાં અમે આપી હતી. આ સાથે વિરાટે ચેતવણીની નોંધ પણ લખી છે, જેમાં તેણે કહ્યું છે કે આ સંપૂર્ણપણે એક નવો ફોટો છે, જેમાં સામાજિક અંતરના ધોરણોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું છે. શ્રેયસે પણ વિરાટની પોસ્ટ પર પણ જવાબ આપ્યો અને લખ્યું હતું કે ‘મને બિરયાની ખૂબ પસંદ આવી.