શ્રેયસ ઐયર, શિખર ધવન જયપુરથી અમદાવાદ પહોંચ્યા
અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૪ માર્ચથી ચોથી ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. જે બાદ ૧૨ માર્ચથી પાંચ ટી-૨૦ મેચ પણ રમાશે. આ બધી મેચો અમદાવાદના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેને લઈને ટી-૨૦માં સિલેક્ટ થયેલા ખેલાડીઓ એક બાદ એક મંગળવારે અમદાવાદ પહોંચ્યા છે. જેમાં શિખર ધવન અને શ્રેયાંસ ઐયરનો પણ સમાવેશ થાય છે. આ બંને વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યા હતા. પરંતુ ટી-૨૦ સિરીઝ રમવાની હોવાથી તેઓ મંગળવારે ટુર્નામેન્ટ અધવચ્ચે છોડીને જયપુરથી અમદાવાદ પહોંચ્યા હતા. તેમને બંનેએ કારમાં ૧૧ કલાકનો પ્રવાસ ખેડ્યો હતો. શ્રેયસ ઐયરે ધવન સાથે ઇન્સ્ટાગ્રામમાં એક સેલ્ફી શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘અમદાવાદ સુધી ૧૧ કલાકની ડ્રાઈવ.
હવે એ જાેવું રહ્યું કે સ્માઈલ આટલા લાંબા સમય સુધી રહે છે કે કેમ.’ બીજી તરફ ધવને પણ ઐયર સાથેની તસ્વીર શેર કરતા લખ્યું કે, ભારતીય ટીમ સાથે ફરી એકવાર જાેડાઈને સારું લાગ્યું. અય્યર અને ધવન વિજય હજારે ટ્રોફીમાં જબરદસ્ત ફોર્મમાં જાેવા મળ્યા હતા. અય્યરે મુંબઈ તરફથી રમતા ૪ મેચમાં ૨૬૦ રન બનાવ્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્ર અને રાજસ્થાન વિરુદ્ધ બે સદી પણ ફટકારી હતી.
જ્યારે ધવને પાંચ મેચમાં ૨૦૩ રન બનાવ્યા હતા. તેણે મહારાષ્ટ્ર વિરુદ્ધ ૧૧૮ બોલમાં ૧૫૩ રન ફટકાર્યા હતા. વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કે એલ રાહુલ, શિખર ધવન, શ્રેયાંસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, ઈશાન કિશાન, યૂઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રાહુલ તેવટિયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર. ઉલ્લેખનીય છે કે વૈશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલું છે. આ સ્ટેડિયમ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. જાેકે, હવે તેનું નામ બદલાઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.