શ્રેયાન સહાયક ઇજનેર આર. એમ. કુડારિયા વય નિવૃત
માહિતી ખાતામાં ૩૨ વર્ષથી સેવારત શ્રેયાન સહાયક ઇજનેર શ્રી આર.એમ.કુડારિયા તેમની સરકારી સેવામાંથી આજે વય નિવૃત થતા તેમને માહિતી પરિવાર વતી ભાવભરી વિદાય અપાઇ હતી. |
માહિતી નિયામક શ્રી અશોક કાલરિયાએ વય નિવૃત થતા શ્રી કુડારિયાને શુભેચ્છા પાઠવતા કહ્યુ કે, શ્રી કુડારિયાનો ટેકનીકલ અનુભવ જે ખાતાને મળ્યો છે તેના પરિણામે માહિતી ખાતુ આજે સુસજ્જ થયુ છે. તેમની સેવાઓની ચોક્કસ ખોટ પડશે. તેમણે શ્રી કુડારિયાનું વય નિવૃત જીવન આરોગ્યપ્રદ અને નિરોગીમય રહે એવી શુભેચ્છા પાઠવી હતી.
અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઇ પટેલ તથા સંયુક્ત માહિતી નિયામક શ્રી પુલકભાઇ ત્રિવેદીએ શ્રી કુડારિયા સાહેબ સાથેના સંસ્મરણો તાજા કરીને તેમની કાર્યશૈલીને બિરદાવી હતી અને નિવૃતીમય જીવન નિરોગી રહે એવી શુભેચ્છાઓ આપી હતી. માહિતી પરિવાર દ્વારા શ્રી કુડારિયા સાહેબને શ્રીફળ-સાલ આપીને કરાયું હતું. તેમને નિવૃતી પત્ર પણ સુપ્રત કરાયો હતો. આ વેળાએ માહિતી પરિવારના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.