Western Times News

Gujarati News

શ્રેય હોસ્પિટલમાં મૃતકોના સ્વજન અને ઘાયલો માટે વડાપ્રધાન મોદી દ્વારા સહાયની જાહેરાત

નવી દિલ્હી, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના ૮ દર્દીઓનાં મોત નિપજ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગે તલસ્પર્શી તપાસ ૩ દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ જારી કર્યા છે.

બીજીતરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.