શ્રેષ્ઠ ભારતની ભાવના મજબૂત કરવા મોદીનું છાત્રોને આહવાન
નવી દિલ્હી, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે યુનિવર્સિટીના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા પર પોસ્ટલ ટિકિટ જાહેર કરી હતી. સંબોધનમાં વડપ્રધાને જણાવ્યું હતું કે, એએમયુની દીવાલોમાં દેશનો ઈતિહાસ છે. અહીંથી અભ્યાસ કરનારા સ્ટુડન્ટ્સ દુનિયામાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. કેમ્પસમાં એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના મજબૂત થવી જાેઈએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને ઘણા લોકો કહે છે કે એએમયુ કેમ્પસ એક શહેર જેવું છે. અનેક વિભાગ, ડઝનબંધ હોસ્ટેલો, હજારો શિક્ષણ-વિદ્યાર્થીઓની વચ્ચે એક મિની ઈન્ડિયા જાેવા મળે છે. આજે એએમયુથી તાલીમ લેનારા લોકો ભારતના સર્વશ્રેષ્ઠ સ્થાનોની સાથોસાથ દુનિયાના અનેક દેશોમાં છવાયેલા છે. અહીં ભણેલા લોકો દુનિયામાં ક્યાંય પણ હોય, ભારતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, કોરોના સંકટ દરમિયાન એએમયુએ જે રીતે સમાજની મદદ કરી તે અભૂતપૂર્વ છે. લોકોના મફત ટેસ્ટ કરવા, આઇસોલેશન વોર્ડ બનાવવા, પ્લાઝ્મા બેંક બનાવવી અને પીએમ કેર ફંડમાં એક મોટી રકમનું યોગદાન આપવું સમાજ પ્રત્યે પોતાની જવાબદારી પૂરી કરવાની ગંભીરતાને દર્શાવે છે.
તેમણે જણાવ્યું કે, એક સમયે મુસ્લિમ દિકરીઓનું સ્કૂલથી ડ્રોપ આઉટ રેટ ૭૦ ટકાથી વધુ હતું. ઘણા દાયકાઓ સુધી આવી સ્થિતિ રહી. પરંતુ સ્વસ્છ ભારત મિશન બાદ હવે આ ઘટીને ૩૦ ટકા થઇ ગયું છે. એએમયુમાં પણ હવે ૩૫ ટકા સુધી મુસ્લિમ દિકરીઓ ભણી રહી છે. દેશ આજે એ માર્ગ પર આગળ વધી રહ્યો છે જ્યાં ધર્મના કારણે કોઈ પાછળ ન રહી જાય, તમામને આગળ વધવાના સમાન તક મળે, તમામ પોતાના સપના પૂરા કરે.
સર સૈયદ અહમદ ખાને ૧૮૭૭માં મોહમ્મદડન એન્ગો ઓરિએન્ટલ સ્કૂલની સ્થાપના કરી હતી. ૧૯૨૦માં તે જ સ્કૂલે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું રૂપ લીધું. તેનું કેમ્પસ ઉત્તર પ્રદેશના અલીગઢમાં ૪૬૭.૬ હેક્ટરમાં ફેલાયેલું છે. કેમ્પસની બહાર કેરળના મલ્લપુરમ, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ-જાંગીપુર અને બિહારના કિશનગંજમાં પણ તેના કેન્દ્ર છે.SSS