Western Times News

Gujarati News

શ્વસન રોગો ભારતમાં મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ

જાણો કે શું તમારા ફેફસા પૂર્ણ ક્ષમતાથી કામ કરે છે – હોસ્પિટલ ગ્રેડ – લંગ ફંક્શન ટેસ્ટ સંપૂર્ણપણે ફ્રી મેળવો

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ગ્લોબલ બર્ડન ઓફ ડિસિઝ અભ્યાસ મૂજબ હ્રદય રોગ બાદ શ્વાસની બિમારી ભારતમાં મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ હતું, જેનાથી એક વર્ષમાં 10 લાખ લોકોના મોત થયાં છે. શિયાળો તેની સાથે એક વિશિષ્ટ વાતાવરણ લઇને આવે છે,

જે સૂકી ખાંસી, ગભરાહટ, છાતીમાં તકલીફ અને શ્વાસ ફુલવા જેવી શ્વસન સંબંધિત લક્ષણોને કારણે શ્વસનક્રિયા સંબંધિત લક્ષણો પેદા કરે છે. આ ઉપરાંત હવાની નબળી ગુણવત્તા, કોવિડ-19 મહામારીને કારણે પણ આપણે ફેફસાના સ્વાસ્થ્યના મહત્વ વિશે વધુ જાગૃક થયાં છીએ.

ઓક્સિલંગ લોંચ કરતાં ડો. બત્રા હેલ્થકેરના સ્થાપક અને પદ્મશ્રી સન્માન મેળવનાર ડો. મૂકેશ બત્રાએ કહ્યું હતું કે, હોમિયોપેથીએ શ્વાસ સંબંધિત સમસ્યાઓના પ્રભાવી પ્રાકૃતિક ઇલાજને સાબિત કર્યું છે. અમે સારા ઉપચાર પરિણામો માટે વૈજ્ઞાનિક અને મૂલ્યાંકન કરી શકાય તેવી હોમિયાપેથી લાવવામાં અગ્રેસર રહ્યાં છીએ.

અમારા જાણકાર હોમિયોપેથિક સ્પેશિયાલિસ્ટ્સે એક શ્વસન ઉપચાર સોલ્યુશન તૈયાર કર્યું છે, જે પેઇનલેસ છે, તેનું મૂલ્યાંકન કરી શકાય છે તથા વ્યક્તિના ફેફસાના સ્વાસ્થ્ય અંગે કમ્યુટરાઇઝ્ડ રિપોર્ટ પ્રદાન કરે છે. હાલમાં કોવિડની સમસ્યાઓ દરમિયાન અમારું લક્ષ્ય દર્દીઓને એવું સોલ્યુશન પ્રદાન કરવાનું છે કે જે સહાયક, પ્રભાવી અને સમયની જરૂરિયાત મૂજબ હોય.

ધ લાન્સેટ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત અભ્યાસ મૂજબ વર્ષ 1990માં ભારતમાં શ્વસન બિમારીઓના 28.1 મિલિયન કેસ હતાં, જે તાજેતરના વર્ષોમાં વધીને 55.3 મિલિયન થયાં છે. ભારતમાં વિશ્વની વસતીનો 18 ટકા હિસ્સો છે, પરંતુ 32 ટકા શ્વસન સંબંધિત બિમારીઓનો બોજો છે. આપણામાંથી પ્રત્યેકને આ બિમારીએ સ્પર્શ કર્યો છે, ભલે તે આપણા બાળકો, માતા-પિતા કે અન્ય પ્રિયજન હોય, તેમને આપણે હાંફતા જોયા હશે.

ડો. બત્રા હેલ્થકેરએ ઓક્સિલંગ રજૂ કર્યું છે, જે એક વ્યાપક હેલ્થ ટ્રીટમેન્ટ પ્રોગ્રામ છે. તેમાં લંગ ફંક્શન ટેસ્ટ અને હોમિયોપેથિક નેબ્યુલાઇઝેશન સામેલ છે. લંગ ફંક્શન ટેસ્ટ – હોસ્પિટલ ગ્રેડ, સચોટ અને વૈજ્ઞાનિક ટેસ્ટ છે, જે કમ્યુટરાઇઝ્ડ, પેઇનલેસ છે. તેનાથી દર્દીને તેમના ફેફસાની મજબૂતાઇ, વોલ્યુમ અને શ્વસન ક્ષમતાને એક્સેસ કરવામાં મદદ મળે છે.

પરંપરાગત સ્ટિરોઇડલ નેબ્યુલાઇઝર્સ મોઢામાં છાલા, નાકમાંથી લોહી આવવું અને ઓરલ થ્રશ (ઇન્ફેક્શનની લાંબાગાળાની અસરો તથા બાળકો અને પુખ્તવયના લોકોમાં નુકશાનકારક અસર કરે છે) જેવી આડઅસર થાય છે.

ડો. બત્રાની હોમિયોપેથિક નેબ્યુલાઇઝર હોમિયોપેથિક દવાઓ સુરક્ષિત, પ્રાકૃતિક અને આડઅસરથી મુક્ત છે. શ્વસન સંબંધિત એલર્જીના દર્દીઓ હવે ડો. બત્રાના હોમિયોપેથિક નેબ્યુલાઇઝર દ્વારા સરળતાથી શ્વાસ લઇ શકે છે –

એક એવું ઉપકરણ કે જે પ્રાકૃતિક અને સાઇડ-ઇફેક્ટ મુક્ત રીતે ઝડપી અને સંવર્ધિત પરિણામ પ્રદાન કરવા માટે હોમિયોપેથિક દવાઓનું ઝડપથી સંચાલન કરે છે. નેબ્યુલાઇઝર શ્વાસની સમસ્યાઓને ઝડપી અને પ્રભાવી પ્રકારે ઇલાજ કરવા માટે હોમિયોપેથિક દવા સીધા તમારા એરવે સુધી પહોંચવામાં મદદ કરે છે.

વ્યક્તિના અસ્તિત્વ માટે ફેફસાનું સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે ત્યારે ઉકેલ માટે શિયાળાની રાહ શા માટે જોવી. આજથી જ સરળતાથી શ્વાસ લેવાની તમારી કામગીરી શરૂ કરો. ફ્રી લંગ ફંક્શન ટેસ્ટ સાથે તમારા પ્રથમ હોમિયોપેથિક રેસ્પિરેટરી કન્સલ્ટેશન મેળવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.