Western Times News

Gujarati News

શ્વાનને ભગાડ્યો તો પાડોશીઓએ ધમકી આપી

અમદાવાદ, ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ દેશની મોટી સમસ્યાઓમાંથી એક જાતિવાદની સમસ્યાને દૂર કરવી મુશ્કેલ છે. આજે પણ લોકો અન્ય જાતિના લોકો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે, તેમને પોતાનાથી કમતર સમજે છે. આવી જ એક ઘટના ગાંધીનગરથી સામે આવી છે.

ગાંધીનગરના સેક્ટર ૨૫માં રહેતા ૪૩ વર્ષીય મહિલાએ પોલીસ સ્ટેશનમાં પાડોશીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે, તેમના પાડોશીઓ શ્વાસનને ભગાડવા જેવી નજીવી વાતને કારણે જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો.

ગાંધીનગરના સેક્ટર ૨૫માં આવેલી સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા પર્શવિકા વ્યાસ સેક્ટર ૧૧માં આવેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સીનિયલ સિવિલ કોર્ટ જજના સુપ્રીટન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ રઘુવીર વ્યાસ બોપલ વિસ્તારમાં આંગડિયા બિઝનસ ચલાવે છે.

ફરિયાદ અનુસાર, વ્યાસ પરિવાર પોતાના ઘરનું રિનોવેશન કરાવી રહ્યો છે, જેના કારણે પાછલા ચાર મહિનાથી બાંધકામ ચાલી રહ્યું છે. પર્શવિકાએ જણાવ્યું કે તેમના ઘરની સામે રેતીના ઢગલા પર શ્વાન બેઠુ હતું. તેઓ ફરિયાદમાં જણાવે છે કે, મેં શ્વાસનને રેતીના ઢગલા પરથી ઉતારવાનો પ્રયત્ન કર્યો અને તેના પર એક પત્થર ફેંક્યો.

મારા પાડોશીઓ ચંદ્રસિંહ ચુંડાવત, તેમના પત્ની રેખા ચુંડાવત અને દીકરી હિમાનીને આ વાત પસંદ ના આવી અને તેમણે મારી સાથે લડાઈ શરુ કરી દીધી. મેં તેમને જણાવ્યું કે અપશબ્દોનો ઉપયોગ ના કરો, હું માત્ર શ્વાનને ભગાડવાનો પ્રયત્ન કરી રહી હતી.

પરંતુ તેમણે બોલવાનું ચાલુ રાખ્યું અને મારા માટે જાતિસૂચક શબ્દોનો પણ ઉપયોગ કર્યો. ફરિયાદ અનુસાર, પાડોશીઓએ તેમને ધમકી આપી અને કહ્યું કે તેઓ આ સોસાયટીમાં એક પણ દલિતને રહેવા નહીં દે. તેમણે ધમકી આપી કે જાે ઘર છોડીને જતા ના રહ્યા તો માઠા પરિણામ ભોગવવાનો વારો આવશે. ત્યારપછી ફરિયાદી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને એસસી-એસટી એક્ટ સહિત અન્ય કલમો સાથે ગુનો દાખલ કરાવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.