શ્વાસ રૂંધાતા મહંત નરેન્દ્ર ગિરિનું મોત થયુ: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો
લખનઉં, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું પોસ્ટ મોર્ટમ દરમિયાન શરૂઆતની તપાસમાં ખબર પડી છે કે તેમનું મોત શ્વાસ રૂંધાતા થયુ છે. જાણકારી અનુસાર આગળની તપાસ માટે મહંત નરેન્દ્ર ગિરિનો વિસરા સુરક્ષિત રાખવામાં આવ્યો છે. પાંચ ડૉક્ટરોની ટીમે મહંત નરેન્દ્ર ગિરિનું પોસ્ટ મોર્ટમ કર્યુ છે.
પોસ્ટ મોર્ટમના પેનલમાં ડૉક્ટર લાલજી ગૌતમ, ડૉક્ટર રાજેશ શ્રીવાસ્તવ, ડૉક્ટર અમિત શ્રીવાસ્તવ, ડૉક્ટર બાદલ સિંહ, ડૉક્ટર રાજેશ કુમાર રાય સામેલ હતા. આ સાથે જ પોસ્ટ મોર્ટમની વીડિયો ગ્રાફી પણ કરવામાં આવી છે.
જાણકારી અનુસાર, થોડી વારમાં તેમણે ભૂ સમાધિ આપવામાં આવશે. આ દરમિયાન સાધુને સમાધિની સ્થિતિમાં બેસાડીને તેમણે વિદાય આપવામાં આવશે. જે મુદ્રામાં તેમણે બેસાડવામાં આવશે, તેને સિદ્ધ યોગની મુદ્રા કહેવામાં આવે છે. ખાસ કરીને સાધુઓને આ મુદ્રામાં સમાધિ આપવામાં આવે છે. મહંત નરેન્દ્ર ગિરિની સમાધિ પણ આ રીતે થશે.
અયોધ્યાથી ચાલીને બાઘંબરી ગાદી પહોચેલા મહંત રામ વિલાસ વેદાંતીએ નવા ઉત્તરાધિકારી બલબીર ગિરિ પર મોટો આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યુ કે જે વ્યક્તિનું નામ સુસાઇડ નોટમાં ઉત્તરાધિકારી તરીકે છે, આ તેમનું જ ષડયંત્ર છે. ખુદ મહંત બનવા માટે બીજાને ફસાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યુ છે. ગાદી પર કબજા માટે આ બધુ કરવામાં આવ્યુ છે. આ માટે સીબીઆઇ તપાસ જરૂરી છે.