શ્વેતાનો પતિ અભિનવ પુત્ર માટે હાઈકોર્ટમાં પહોંચ્યો
શ્વેતા મહામારીના સમયમાં મારા દીકરાને એકલો મુકીને કેપ ટાઉન જતી રહી છે, અભિનવએ કોર્ટના દરવાજા ખખડાવ્યા
મુંબઈ શ્વેતા તિવારી અત્યારે રિયાલિટી શૉ ખતરોં કે ખિલાડીની ૧૧મી સીઝનમાં ભાગ લેવા માટે કેપ ટાઉન પહોંચી છે. તેના પતિ અભિનવ કોહલીએ આરોપ મુક્યો હતો કે શ્વેતા તેમના દીકરાને મેઈડ પાસે એકલો મુકીને જતી રહી છે. તેનો દાવો છે કે, દીકરો અત્યારે હોટલમાં છે અને કોરોના મહામારીના આ સમયમાં સંક્રમણનો ભય છે. અભિનવે એક વીડિયો શેર કરીને શ્વેતાની ફરિયાદ કરી હતી. શ્વેતાએ અન્ય એક વીડિયો શેર કરીને અભિનવના આરોપોનો જવાબ આપ્યો હતો. શ્વેતા અને અભિનવ વચ્ચે પાછલા કેટલાક દિવસથી આ સિલસિલો ચાલી રહ્યો છે.
હવે અભિનવ કોહલીએ દીકરા રેયાંશને મેળવવા માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અભિનવ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો છે અને આરોપ મુક્યો છે કે આ મહામારીના સમયમાં શ્વેતા દીકરાને એકલો મુકીને કેપ ટાઉન જતી રહી છે. અભિનવ જણાવે છે કે, ૧૧મેના રોજ કેસની પહેલી સુનાવણી થઈ, જેમાં કોર્ટે તેને ડીટેલમાં એક એપ્લિકેશન જમા કરાવવાનું કહ્યું છે. શ્વેતા તિવારીને પણ જવાબ આપવા માટે અઠવાડિયાનો સમય આપ્યો છે. અભિનવે જણાવ્યું કે, ૧૧મી તારીખે મારી કોર્ટમાં તારીખ હતી. આ એપ્લિકેશન તે બાબતે હશે જેના માટે
હું સતત લડતો આવ્યો છું. મહામારીના આ સમયમાં હું મારા દીકરાને મારી પાસે રાખવા ઈચ્છુ છું. જ્યારે તેની માતા તેની પાસે ના હોય ત્યારે દીકરો મારી પાસે હોવો જાેઈએ. કોર્ટે મારી વાત સાંભળી તે રાહતની વાત છે અને હું કોર્ટનો આભારી છું. અભિનવ કહે છે કે, જાે શ્વેતા ફરીથી ખોટું બોલશે તો તે આ જ પ્રકારે પોતાને ડીફેન્ડ કરશે. મને દુખ છે કે મારો દીકરો તે જ શહેરમાં છે જે શહેરમાં હું છું, છતાં હું તેની સાથે રહી નથી શકતો.