શ્વેતા અગ્રવાલ લગ્ન બાદ પહેલીવાર ટીવી પર દેખાશે
મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨નો અપકમિંગ એપિસોડ ફેમિલી સ્પેશિયલ રહેવાનો છે. જેમાં ન્યૂલી મેરિડ આદિત્ય નારાયણની પત્ની શ્વેતા અગ્રવાલ, પિતા ઉદિત નારાયણ અને માતા દીપા મહેમાન બનીને આવવાના છે. ઉલ્લેખનીય છે કે, આદિત્ય આ શો હોસ્ટ કરી રહ્યો છે.
આ પહેલીવાર હશે જ્યારે શ્વેતા લગ્ન બાદ પતિ આદિત્ય સાથે ટીવી પર દેખાશે. શોના સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી છે. તસવીરોમાં જાેઈ શકાય છે કે, શ્વેતાએ સ્ટ્રેપી આઇવરી ગાઉન પહેર્યું છે તેમજ વાળને બાંધીને રાખ્યા છે. આદિત્યએ રેડ અને બ્લેક કલરનું એમ્બ્રોઈડરી કરેલું સૂટ પેન્ટ પહેર્યું છે.
તસવીરોમાં કપલ કોઈ રોમાન્ટિક નંબર્સ પર પર્ફોર્મન્સ આપતાં દેખાઈ રહ્યા છે. જ્યારે ઉદિત નારાયણ સોન્ગ ગાતા દેખાઈ રહ્યા છે. તેમણે પોતાના જ હિટ સોન્ગમાંથી કોઈ ગાયું હશે તેમ લાગી રહ્યું છે. નારાયણ પરિવારની સાથે દર્શકોને ટોપ ૧૪ કન્ટેસ્ટન્ટ્સના પરિવારના સભ્યો પણ જાેવા મળશે.
જેઓ તેમને સપોર્ટ આપવા આવશે તેમજ સ્પેશિયલ મેસેજ પણ આપશે. આ સિવાય અન્ય જે તસવીર સામે આવી છે જેમાં આદિત્ય અને શ્વેતા બિગ બોસ ૧૩ના એક્સ-કન્ટેસ્ટન્ટ તેમજ મ્યૂઝિક કમ્પોઝર સિદ્ધાર્થ ડે સાથે સીટ પર બેસેલા દેખાઈ રહ્યા છે. સિદ્ધાર્થે આ તસવીર કેપ્શન સાથે શેર કરી છે. તેણે લખ્યું છે કે, પરિવાર જે સાથે ગાઈ છે.
સાથે કામ કરે છે અને હંમેશા સાથે રહે છે. ખરેખર. આદિત્ય અને શ્વેતાની વાત કરીએ તો, તેમણે ગયા વર્ષે પહેલી ડિસેમ્બરે જૂહુમાં આવેલા એક મંદિરમાં લગ્ન કર્યા હતા. જેમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રોને આમંત્રિત કરાયા હતા. જે બાદ બીજી ડિસેમ્બરે તેમણે ભવ્ય રિસેપ્શન યોજ્યું હતું. લગ્ન બાદ બંને હનીમૂન માટે કાશ્મીર ગયા હતા. જ્યાં આદિત્ય સતત તસવીરો શેર કરતો હતો.
આદિત્ય અને શ્વેતાએ ૧૦ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કરવાનો ર્નિણય લીધો હતો. બંનેની મુલાકાત તેમની ડેબ્યૂ ફિલ્મ ‘શાપિત’ના સેટ પર થઈ હતી અને બાદમાં તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પહેલી જાન્યુઆરીએ બંનેના લગ્નને એક મહિનો પૂરો થતાં તેમણે એક રેસ્ટોરાંમાં જઈને તેનું સેલિબ્રેશન કર્યું હતું.