શ્વેતા એક સારી મા અને પત્ની પરંતુ તેના નસીબ ખરાબ છે
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી અને તેના બીજા પતિ અભિનવ કોહલી વચ્ચે દીકરા રેયાંશને લઈને બબાલ થઈ રહી છે. અત્યારસુધીમાં બંને એકબીજા પર ઘણા આરોપ-પ્રતિઆરોપ લગાવી ચૂક્યા છે. અભિનવે હાલમાં શ્વેતાના પહેલા પતિ રાજા ચૌધરીને પણ વચ્ચે ઘસેડ્યો હતો. તેના અને શ્વેતાના જીવનમાં શું ચાલી રહ્યું છે તે વિશે તેણે રાજા ચૌધરીને પણ જણાવ્યું હોવાનો દાવો કર્યો હતો. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ હાલમાં રાજા ચૌધરી સાથે વાત કરી હતી.
હા, મેં અભિનવને મેસેજ કર્યો હતો. પરંતુ, હાલ નહીં, ગયા વર્ષે. જ્યારે મારી દીકરીએ તેના પર લગાવેલા આરોપોની જાણ થઈ તો એક પિતા તરીકે હું જાણવા માગતો હતો કે, આખરે થયું શું છે. અભિનવના સાઈડની સ્ટોરી જાણ્યા બાદ મેં તેના વિશે વધારે વાત કરી નહીં. એક પિતા તરીકે મારી ફરજ હતી કે હું તે વિશે અભિનવ સાથે વાત કરું’. અભિનવ અને શ્વેતા વચ્ચેના મામલાની પેટર્ન એવી રહી છે,
જેવી મારી અને શ્વેતા વચ્ચે હતી. તેથી લોકો શ્વેતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, શ્વેતા એક સારી માતા છે અને એક સારી પત્ની પણ છે. તમે સમજી લો કે શ્વેતાનું નસીબ ખરાબ છે. તેની સાથે પહેલા જે થયું તે ફરીથી થઈ રહ્યું છે. તેના બીજા લગ્ન પણ નિષ્ફળ ગયા છે. પરંતુ તેનાથી વ્યક્તિ ખોટી છે તેવું સાબિત થતું નથી’. આ વિશે હું કોમેન્ટ કરી શકું નહીં.
પરંતુ હા, હું એક વાત કહેવા માગુ છું કે, શ્વેતાએ તેના દીકરાને મળવા માટેની મંજૂરી અભિનવને આપવી જાેઈએ. તેને સમજવાની જરૂર છે કે, કપલની વચ્ચે ગમે એટલી સમસ્યાઓ ચાલી રહી હોય પરંતુ એક પિતા પોતાના દીકરા કે દીકરીને નુકસાન પહોંચાડે નહીં. બાકી, તેમની વચ્ચે શું થઈ રહ્યું છે, તેમાં હું પડવા માગતો નથી. દેશમાં અત્યારે જેવી સ્થિતિ છે કે તેને જાેઈને અમે હજી સુધી મળ્યા નથી. કોવિડના કારણે દરેક જગ્યાએ લોકડાઉન છે. પરંતુ હું તેના સંપર્કમાં છું’.