શ્વેતા તિવારીની દીકરી પલક બોલિવૂડમાં એન્ટ્રી માટે તૈયાર
શ્વેતા તિવારીની દીકરી પલકની બોલિવૂડ ડેબ્યૂની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે અને હવે તેનો અંત આવી ગયો છે. પલક ખુબ જ જલદી બોલિવૂડની ફિલ્મમાં જાેવા મળશે અને તેનો ફર્સ્ટ લૂક સામે આવી ગયો છે.
પલક તિવારી ફિલ્મ ‘રોઝી ઃ ધ સૈફરન ચેપ્ટર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. વિવેક ઓબેરોયે પલક તિવારીની આ ડેબ્યૂ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કર્યું અને લખ્યું ‘આ છે અમારી મિસ્ટ્રી ગર્લ, અમે પલક તિવારીને રોઝીના રોલમાં લોન્ચ કરતા ખુશી થઈ રહી છે. અમારી હોરર થ્રિલર ફ્રન્ચાઈઝી ગુરૂગ્રામની સાચી વાર્તાઓ પર આધારીત છે, જેને વિશાલ મિશ્રાએ ડિરેક્ટ કરી છે.’
જણાવી દઈએ કે આ ફિલ્મના પ્રોડ્યૂસર્સમાં એક વિવેક ઓબેરોય પણ છે. પોતાની આ પોસ્ટરને પલકે પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું અને લખ્યું કે, ‘હું સુપર એક્સાઈટેડ છું. જુઓ મારું પહેલું પોસ્ટર’. લોકો તેને આ ડેબ્યૂ માટે શુભકામના પાઠવી રહ્યા છે. આ સાથે પલકે વિવેક ઓબેરોય, પ્રેરણા અરોરા અને વિશાલ મિશ્રાનો પણ આભાર વ્યક્ત કર્યો છે.