Western Times News

Gujarati News

શ્વેતા તિવારી મહાબળેશ્વરમાં વેકેશનની મોજ માણી રહી છે

મુંબઈ: શ્વેતાએ જંગલમાં હાઈકિંગ કરતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે વ્હાઈટ શર્ટ, ડેનિમ અને સ્નીકર્સમાં જાેવા મળી રહી છે. આ સિવાય તેણે રેયાંશને પણ ખભા પર ઉચક્યો હતો. એક્ટ્રેસે તસવીરો શેર કરીને લખ્યું છે કે, ‘જંગલમાં હાઈકિંગ કરી રહ્યા છીએ. શ્વેતા તિવારીએ આ સિવાય મહાબળેશ્વરમાં તેમની સવાર કઈ રીતે પડે છે તે પણ દેખાડ્યું છે. દીકરા અને દીકરી સાથે હોટેલ રુમની બાલ્કનીમાં બેસીને બ્રેકફાસ્ટ લઈ રહી હોય તેવી તસવીરો શેર કરી છે. જેમાં તેઓ ચા, સ્મૂધી અને પેન કેક આરોગતા જાેવા મળી રહ્યા છે.

વ્હાઈટ કલરના ઓફ-શોલ્ડર ડ્રેસમાં તે અત્યંત સુંદર લાગી રહી છે. તસવીરોની સાથે તેણે હાર્ટ ઈમોજી મૂકી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ શ્વેતાએ લક્ઝુરિયસ હોટેલમાં બેસીને સનસેટની મજા લેતો વીડિયો શેર કર્યો છે. જેમાં રેયાંશને બહેન પલકના ખોળામાં બેઠેલો જાેઈ શકાય છે. હાલમાં શ્વેતા તિવારી વેઈસ લોસને લઈને ન્યૂઝમાં આવી હતી. શ્વેતા તિવારીએ વેટ લોસ અંગેની જર્ની વિશે વાત કરતાં કહ્યું હતું કે, તેના ન્યૂટ્રિશનિસ્ટે લક્ષ્ય સુધી પહોંચવામાં ખૂબ મદદ કરી છે. શ્વેતાએ ન્યૂટ્રિશનિસ્ટ સાથેની તસવીર શેર કરતાં લખ્યું હતું,

વેઈટ લોસ! સરળ નથી, ખૂબ મુશ્કેલ છે! આ માટે તમારે ખૂબ જ સમર્પણ, સેલ્ફ કંટ્રોલ અને મજબૂત મનોબળની જરૂર પડે છે. જાે કે, આ અશક્ય પણ નથી. ખાસ કરીને તમારી આ જર્ની સરળ અને મસ્તીભરી હોય ત્યારે તો નહીં જ. મને લાગે છે મારા કરતાં વધારે તેઓ મને શેપમાં પાછી લાવવા મક્કમ હતા. મારા ટ્રેનર સાથે ચર્ચા કરવી, મારી પસંદગી અને જરૂરિયાત પ્રમાણેનું ડાયટ નક્કી કરવું અને સવાર-સાંજ ફોલોઅપ લેવાનું કામ તેઓ કરતા હતા. હું તેમના માટે ક્લાયન્ટ નહીં મિશન હતી. આજે મેં સારા સ્વાસ્થ્ય અને વજન ઘટાડવાની સિદ્ધિ મેળવી છે તે તમને આભારી છે ડૉક્ટર. વેઈસ લોસ બાદ શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર સતત પોતાની સ્ટનિંગ તસવીરો શેર કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.