શ્વેતા તિવારી, રાહુલ વૈદ્ય કેપટાઉન માટે રવાના થયા
મુંબઈ: રોહિત શેટ્ટીનાં સૌથી ચર્ચિત સ્ટંટ રિયાલિટી શો ખતરો કે ખિલાડી ૧૧ની શૂટિંગ જલ્દી જ શરૂ થવાની છે. ગત રાતે જ તમામ સ્પર્ધકો આ શો માટે મુંબઇથી કેપટાઉન જવા રવાના થયા હતાં.શોમાં આ વખતે શ્વેતા તિવારી, અભિનવ શુક્લા, નિક્કી તંબોલી, રાહલ વૈદ્ય, વરૂણ સૂદ, સબા મકબૂલ, અર્જુન બિજલાની, વિશાલ આદિત્ય સિંહ, સૌરભ જૈન સ્ટંટ્સ કરતાં નજર આવે છે. સિંગર રાહુલ વૈદ્યને એરપોર્ટ મુકવા આવેલી તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર. આ સમયે થોડી ઇમોશનલ થઇ ગઇ હતી. બિગ બોસ ૧૪થી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ નિક્કી તંબોલી પણ શોમાં ભાગ લેવાની છે.
હાલમાં તેનાં ભાઇનું નિધન થઇ ગયુ છે. નિક્કી એરપોર્ટ પર બ્લેક કલરનાં ડ્રેસમાં નજર આવી હતી. ટીવીની સીધી સાદી બહૂ દિવ્યાંકા ત્રિપાઠી પણ શોમાં નજર આવશે. એરપોર્ટ પર પતિ સાથે તે પહોંચી હતી. શ્વેતા તિવારી આમ તો તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. પણ આ વખતે તે સ્ટંટ કરીને લોકોને અચંભિત કરશે. બિગ બોસનાં મકબૂલનો મુંબઇ એરપોર્ટ પર ખાસ અંદાજ જાેવા મળ્યો.ટીવી શો કુલ્ફી કુમાર બાજેવાલા.. અને બિગ બોસમાં નજર આવેલો વિશાલ આદિત્ય સિંહ પણ ખતરો કે ખેલાડીમાં નજર આવશે. ટીવીનો જાણીતો એક્ટર અર્જુન બિજલાની પણ શોમાં જાેવા મળશે.
મહાભારત ફેઇમ સૌરભ રાજ જૈન ગત રાત્રે મુંબઇ એરપોર્ટ પર નજર આવ્યો હતો તે પણ ખતરો કે ખેલાડી ૧૧નો ભાગ છે. બિગ બોસ ફેઇમ અભિનવ શુક્લા પણ શોમાં સ્ટંટ કરતો જાેવા મળશે. ઘણાં રિયાલિટી શોનો ભાગ બનેલો વરૂણ સૂદ ખતરો કે ખેલાડી ૧૧નો પણ ભાગ છે. વરૂણ એરપોર્ટ પર તેની ગર્લફ્રેન્ડ દિવ્યા અગ્રવાલની સાથે સ્પોટ થયો હતો. સના મકબૂલ પણ શોનો ભાગ છે તે પણ મુંબઇ એરપોર્ટ પર નજર આવી હતી