શ્વેતા બાળકો સાથે આખી રાત વીડિયો કોલ પર વાત કરે છે
મુંબઈ: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી આ સમયે કેપટાઉનમાં ખતરો કે ખિલાડી ૧૧નું શૂટિંગ કરી રહી હતી. આ વચ્ચે એક્ટ્રેસ તેનાં બાળકો પલક અને રેયાંશની સાથે વીડિયો કોલની એક ઝલક શેર કરે છે. શ્વેતા તિવારી જેટલી તેની એક્ટિંગ મામલે ચર્ચામાં રહે છે એટલી જ તેની પર્સનલ લાઇફ મામલે તે ચર્ચામાં રહે છે. હાલમાં જ શ્વેતા તિવારી તેનાં એક્સ હસ્બન્ડ અભિનવ કોહલીની સાથે વિવાદને કારણે ચર્ચામાં છે. શ્વેતા તિવારીએ હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેનાં વીડિયો કોલ સેશનનો એક સ્ક્રીનશોટ ફેન્સની સાથે શેર કર્યો છે.
શ્વેતાનાં ચહેરા પર પલક અને રેયાંશ સાથે વાત કરવાની ખુશી સ્પષ્ટ દેખાય છે. શ્વેતાએ સ્ટોરી શેર કરી લખ્યું છે. નેવર એન્ડિંગ સ્ટોરીઝ (હાર્ટ ઇમોજીસ). આપને જણાવી દઇએ કે, તેનાં બાળખોથી દરેક રાત્રે તે વીડિયો કોલ પર વાતો કરે છે. એક ઇન્ટરવ્યૂમાં શ્વેતાએ જણાવ્યું હતું કે, તે સંપૂર્ણ રાત બાળકોની સાથે વીડિયો કોલ પર વાત કરતી રહે છે. આ પહેલાં શ્વેતા તિવારીએ ખુલાસો કર્યો છે કે, તેનાં મેકઅપ આર્ટિસ્ટ સહિત તમામ લોકોકો ‘મમ્મા’ કહીને જ બોલાવે છે. તેણે એખ વીડિયો શેર કર્યો હતો જેમાં શ્વેતા પોતાને જગત મમ્મા અને સાઉથ આફ્રીકાની ‘મા’ કહેતી હોય છે.
શ્વેતા વીડિયોમાં કહે છે કે, ‘જાે આપ લોકોને નથી ખબર તો હું જણાવી દઉ કે, મારુ નિક નેમ ‘મમ્મા’ છે. સૌ લોકો મને આજ નામથી બોલાવે છે. એટલે હું જગત માતા છું. હું મધર ઓફ આફ્રીકા પણ છું. આપને જણાવી દઇએ કે, ફેમસ સ્ટંટ બેઝ્ડ રિયાલિટી શો ખતરો કે ખેલાડી સીઝન ૧૧’માં આ વખતે ટીવીનાં ઘણાં મોટા મોટા સ્ટાર્સ નજર આવી રહ્યાં છે. શ્વેતા તિવારી, દિવ્યાંકા ત્રિપાઠી, અભિનવ શુક્લા, અ્જુન બિજલાની, વરૂણ સૂદ, સૌરભ જૈન, અનુષ્કા સેન, મહક ચહલ, આસ્થા ગિલ, નિક્કી તંબોલી અને રાહુલ વૈદ્ય જેવાં સ્ટાર્સ આ શોનો ભાગ છે.