સંકલ્પ સંસ્થા અને ઉન્નતિ ફાઉન્ડેશન,પાટણ ના સયુંકત ઉપક્રમે ડો.આંબેડકર કવીઝ કોમ્પિટિશન યોજાઈ
સંકલ્પ સંસ્થા અને ઉન્નતિ ફાઉન્ડેશન,પાટણના સયુંકત ઉપક્રમે તા.૧૯/૧૨/૨૦૧૯ ના રોજ સવારે ૯ કલાકે ચાઈલ્ડ હોમ ફોર બોયઝ, જાલેશ્વર પાલડી ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ના જીવન ચરિત્ર અંગે જાણે તે માટે ચાઈલ્ડ હોમના બાળકો માટે ડો.આંબેડકર કવીઝ કોમ્પિટિશન રાખવામાં આવી હતી
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પાટણ જિલ્લા બાળ સુરક્ષા સમિતિના ચેરમેન મધુબેન સેનમા,મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ ના સામાજિક કાર્યકર કુ. નિકિતા પરમાર, અતિથી વિશેષ તરીકે પાટણ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ ઈશ્વરભાઈ એલ. પરમાર, જિલ્લા બાળ સુરક્ષા સમિતિના સભ્ય નલીનીબેન માને, ભાવનાબેન એમ.પટેલ, લવજીભાઈ મકવાણા, ઉષાબેન બુચ, ઉન્નતિ ફાઉન્ડેશન ના પ્રમુખ પરેશભાઈ મકવાણા, ચાઈલ્ડ હોમના કચેરી અધિક્ષક તુષાર પ્રજાપતિ, ગોપાલ દેસાઈ, ગૃહપિતા હરકિશન પરમાર, જીગ્નેશ સોલંકી, ભરત સોલંકી વિગેરે સભ્યો તેમજ ચાઈલ્ડ હોમ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાચેરમેન મધુબેન સેનમાએ કાર્યક્રમ ના સુંદર આયોજન માટે બંને સંસ્થાઓના હોદેદારો ને બિરદાવ્યા હતા પાંચ ગ્રુપમાં બાળકોના ગ્રુપ પાડીને ડૉ. બાબાસાહેબ આંબેડકર ના જીવન કવન અંગે છ રાઉન્ડમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા હોમના બાળકોએ ઉત્સાહ પૂર્વક કવીઝ કોમ્પિટિશન માં ભાગ લીધો હતો. ચેરમેન મધુબેન સેનમા અને કુ. નિકિતા પરમાર એ જજ તરીકે કામગીરી કરી હતી. ચાઈલ્ડ હોમના દરેક બાળકોને કુ. નિકિતા પરમારના સહયોગથી ઇનામો આપવામાં આવ્યા હતા તેમજ સંકલ્પ સંસ્થા અને ઉન્નતિ ફાઉન્ડેશન દ્વારા ચાઈલ્ડ હોમને ડૉ. બાબાસાહેબ આંબેડકર નું તૈલ ચિત્ર અર્પણ કરવામાં આવ્યું હતું સંકલ્પ સંસ્થા ના પ્રમુખ રાજેન્દ્ર હિરવાણીયા એ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન કર્યું હતું.