સંક્રમિતોના સંપર્કમાં આવ્યા છતાં યોગી પ્રચાર કરે છે : પ્રિયંકા
નવીદિલ્હી: કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બિનજવાબદાર હોવાનો આરોપ લગાવતા કહ્યું કે યોગી કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યક્તિના સંપર્કમાં આવી ચુકયા છે. આમ છતાં તેઓ સતત ચુંટણી સભાઓ કરી રહ્યાં છે. સંકટની આ ઘડીમાં તેમની બિનજવાબદારીપૂર્ણ વલણ સ્પષ્ટ રીતે નજરે આવી રહ્યો છે. યાદ રહે કે યોગી હાલમાં બંગાળમાં સતત ચુંટણી રેલીઓ કરી રહ્યાં છે
પ્રિયંકાએ યોગી પર ટ્વીટ કરી નિશાન સાધ્યું છે તેમણે લખ્યુ કે અહેવાલો અનુસાર યોગી કોવિડ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ રેલીઓમાં જઇ રહ્યાં છે. તેમના કાર્યાલય કોવિડથી થનારા મોતોના ખોટા આંકડા આપી રહ્યાં છે. લખનૌના સ્મશાન ગૃહો અને હોસ્પિટલોમાં લાંબી વેટીંગ છે લોકોમાં ભય છે. ત્યારે તેમનું કાર્ય જવાબદારીપૂર્ણ અને પારદર્શિતા ભરેલુ હોવું જાેઇએ પરંતુ તે ખુદ બિનજવાબ સાબિત થઇ રહ્યાં છે સંકટના આ સમયે નેતાઓએ સત્યતા ને યોગ્ય આચરણનું ઉદાહરણ રજુ કરવું જાેઇએ જેથી લોકો તેમના પર વિશ્વાસ કરી શકે તેમણે કહ્યું કે ભાજપને સામાન્ય નાગરિકોની કોઇ ચિંતા નથી તેને તો બસ સત્તાની ચિંતા છે.