સંગમમાં પ્રિયંકા ગાંધીએ ડુબકી લગાવી, ખુદ હોડી ચલાવી
પ્રયાગરાજ, કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી અમાવસ્યાના પાવન પ્રસંગ પર પ્રયાગરાજની યાત્રા પર હતાં બપોરે અરેલ ઘાટથી હોડીથી પ્રિયંકા સંગમ પહોંચ્યા અને આસ્થાની ડુબકી લગાવી તેમની સાથે પુત્રી અને અન્ય લોકો પણ રહ્યાં વાપસીમાં પ્રિયંકાએ હોડી પર પણ હાથ અજમાવ્યો હતો તેમણે નાવિક સાથે મળી થોડા અંતર સુધી ખુદ હોડી ચલાવી હતી.
પ્રિયંકાના પ્રવાસ દરમિયાન એક અજીબ સંજાેગ બન્યો પ્રિયંકા ગાંધી જયારે હોડી પર સવાલ થઇ સંગમ જઇ રહ્યાં હતાં તો તે સમયે યોગી સરકાર તરફથી હેલીકોપ્ટર દ્વારા માધ મેળામાં હાજર શ્રધ્ધાળુઓ પર ફુલોની વરસાદ થઇ રહી હતી આ દરમિયાન પ્રિયંકા ગાંધી અને તેમની સાથે આવેલ લોકો પર પણ ફુલોની વરસાદ થઇ હતી.
આ પહેલા પ્રિયંકા ગાંધી ૧૦.૪૦ કલાકે આનંદ ભવન પહોંચી ત્યા કોંગ્રેસના નેતાઓ તેમનું જાેરદાર સ્વાગત કર્યું ગેટ પર ભારે ભીડને જાેતા આનંદ ભવનનો દરવાજો ખોલી દેવામાં આવ્યા હતો આથી કાર્યકરો પણ અંદર ધુસી આવ્યા હતાં જેમને બાદમાં રોકવામાં આવ્યા હતાં. આનંદ ભવન પહોંચી પ્રિયંકાએ પોતાના પરદાદા અને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂના અસ્થિસ્થળ પર પુષ્પ અર્પિત કરી તેમને યાદ કર્યા ત્યારબાદ તે અનાથ બાળકોને મળ્યા અને ખુબ સમય સુધી તેમની સાથે વાત કરી હતી.
આ દરમિયાન ભીડમાંથી નૈનીની સીમા સિંહે જયારે અવાજ કર્યો તો પ્રિયંકા સુરક્ષા ઘેરો તોડી તેની પાસે પહોંચી ગયા હતાં અને વાતચીત કરતા કરતા તેને પોતાની સાથે પોતાની ગાડી સુધી લઇ ગયા હતાં આ યુવતી બીટીસી કરી રહી છે.
મૌની અમાવસ્યા સ્નાન પર્વ પર શ્રધ્ધાળુઓએ ખુબ મોટી સંખ્યામાં સ્નાન કર્યું હતું ભીડને નિયંત્રિત કરવામાં પોલીસના પસીના છુટી ગયા હતાં પ્રિયંકાના પ્રયાગરાજ પહોંચવાના અહેવાલથી પોલીસની સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ હતી અને તેમને ટ્રાફિક નિયંત્રણમાં ખુબ પરેશાની આવી હતી.HS