સંચિત ચનાનાનો ફેન બની ગયો ક્રિકેટર વિરાટ કોહલી
મુંબઈ, ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર ૪’ પૂરું થયાને એક અઠવાડિયું થયું છે. આ શો ૬ વર્ષની ફ્લોરિના ગોગોઈ જીતી છે. જાેકે, શોના સેકન્ડ રનર-અપ બનેલા સંચિત ચનાના પર ક્રિકેટર વિરાટ કોહલી ઓવારી ગયો છે. ૧૦ વર્ષીય સંચિતના પર્ફોર્મન્સથી વિરાટ કોહલી ખૂબ પ્રભાવિત થયો છે અને તેણે તેના ભરપેટ વખાણ કર્યા છે.
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સંચિતનો એક વિડીયો શેર કર્યો છે. વિડીયો શેર કરતાં વિરાટે જણાવ્યું કે, સંચિતના ટેલેન્ટને જાેઈને તેના રૂંવાડા ઊભા થઈ ગયા છે. સંચિતના વખાણ કરતાં વિરાટે લખ્યું “મારા જીવનમાં ખૂબ ઓછીવાર હું કોઈના ટેલેન્ટને જાેઈને છક થયો છું.
અરજીત સિંઘ એકમાત્ર વ્યક્તિ છે જેનું ટેલેન્ટ જાેઈને હું ઈમોશનલ થયો હતો. હવે યૂટ્યૂબ પર મને આ છોકરાના ડાન્સિંગ વિડીયો જાેવા મળ્યા અને હું દંગ રહી ગયો. તેનો ડાન્સ જાેઈને મારા રૂંવાડા ઊભા થઈ ગયા. કોઈને જાેઈને મે આવું પહેલા ક્યારેય નથી અનુભવ્યું. તેના અદ્ભૂત ટેલેન્ટને જાેઈને હું ઈમોશનલ થઈ ગયો છું. ઈશ્વરના આશીર્વાદ હંમેશા તારા પર રહે અને તેઓ તારી રક્ષા કરે. તું ખરેખર ખાસ છે. હેટ્સ ઓફ.”
પોતાના ફેવરિટ ક્રિકેટર તરફથી પ્રશંસા મળતાં સંચિતની ખુશીનો પાર નથી. તેણે વિરાટ કોહલીની સ્ટોરીનો સ્ક્રીનશોટ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતાં લખ્યું, “વિરાટ કોહલી પ્રત્યે માન છે, તેમના શબ્દો મને હંમેશા પ્રોત્સાહિત કરતાં રહેશે. તેઓ હંમેશાથી મારા મનપંસદ રહ્યા છે અને મારા પર્ફોર્મન્સ પર તેમની પ્રતિક્રિયા આવવા મારા માટે ખૂબ મોટી વાત છે. વિરાટ કોહલી સર અને તેમના સમર્પણ પ્રત્યે મને માન છે.”
આ સાથે જ સંચિતે ઈન્સ્ટાગ્રામ અને ચેનલનો આ માધ્યમ માટે આભાર માન્યો છે. સંચિતે એમ પણ કહ્યું છે કે, વિરાટના શબ્દોએ તેના માટે યોર્કર બોલ પર સિક્સ ફટકારવા જેવું કામ કર્યું છે. સંચિતની આ પોસ્ટને અનુષ્કા શર્માએ લાઈક કરી છે.
જણાવી દઈએ કે, સંચિત અને તેના સુપર ગુરુ વર્તિકા ઝા ‘સુપર ડાન્સર ચેપ્ટર ૪’ના સેકન્ડ રનર-અપ બન્યા હતા. સંચિતને ઈનામમાં એક લાખ રૂપિયાના ચેક ઉપરાંત ફ્રીજ અને એર પ્યોરિફાયર શોના સ્પોન્સર તરફથી મળ્યા હતા. જ્યારે પાર્ટનર બેંક તરફથી તેના નામે ૫૧,૦૦૦ રૂપિયાની એફડી કરવામાં આવી હતી. ‘સુપર ડાન્સર ચેપ્ટર ૪’ના જજ તરીકે શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર અને અનુરાગ બાસુ જાેવા મળ્યા હતા.SSS