સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે ખરીદી મોંઘીદાટ કાર
મુંબઇ, બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે પોતાની ડેબ્યુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ પોતાના માટે એક નવી લગ્ઝરી કાર ખરીદી છે. શનાયા કપૂરે શાનદાર બ્લેક Audi Q7 કાર ખરીદી છે. જેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.
અહીં નોંધનીય છે કે આ કાર Audi Q7 Faceliftની કિંમત આશરે ૮૦ લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. કરણ જાેહરની ફિલ્મ ‘બેધડક’થી શનાયા કપૂર બોલિવૂડમાં એન્ટ્રી કરશે. હાલમાં જ ફિલ્મમેકર કરણ જાેહરે ફિલ્મનું પોસ્ટર જાહેર કર્યું હતું અને આ ફિલ્મમાં શનાયા કપૂર સિવાય લક્ષ્ય લલવાની અને ગુરફતેહસિંહ પીરઝાદા હશે.
આ ફિલ્મનો ડિરેક્ટર શશાંક ખૈતાન છે. શનાયા કપૂરે અગાઉ ફિલ્મ ‘ગુંજન સક્સેના’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેનું કામ કર્યું હતું. બોલિવૂડ એક્ટર સંજય કપૂરની પુત્રી શનાયા ચર્ચિત સ્ટારકિડ્સમાંની એક છે અને સોશિયલ મીડિયા પર ખૂબ અટેન્શન મેળવે છે. ઘણાં સમયથી એવી અટકળો લગાવાઈ રહી હતી કે શનાયા બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે.
આ દરમિયાન શનાયાના પિતા સંજયે કન્ફર્મ કરી દીધું છે કે, તેની પુત્રી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સંજય કપૂરે વાત કરતા જણાવ્યું હતું કે, શનાયા કપૂરના ડેબ્યૂમાં કોરોના મહામારીને કારણે વિલંબ થયો છે. જાેકે, તેને આશા છે કે, તે બહુ જલ્દી થશે.
આ રીતે સંજયે શનાયાના ડેબ્યૂ અંગે ચાલી રહેલી તમામ અટકળો પર વિરામ લગાવી દીધો હતો. શનાયા કપૂર ભલે ફિલ્મી પડદે જાેવા ના મળી હોય પણ તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની શરૂઆત કરી ચૂકી છે. શનાયા કપૂરે ફિલ્મ ‘ગુંજન સક્સેના ઃ ધ કારગિલ ગર્લ’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળી હતી.
ગયા વર્ષે ડિસેમ્બરમાં શનાયા કપૂર પણ કોવિડ-૧૯ની લપેટમાં આવી ગઈ હતી. શનાયા પહેલા તેના પિતા સંજય કપૂર અને માતા મહીપ કપૂર પણ કોરોના પોઝિટિવ થયા હતા. શનાયા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી હતી કે, ‘હું કોરોના વાયરસ પોઝિટિવ થઈ ગઈ છું.
સંક્રમણના સામાન્ય લક્ષણો છે, પરંતુ હું સ્વસ્થ અનુભવ કરી રહી છું અને મેં પોતાને આઇસોલેટ કરી લીધી છે.’ અનિલ કપૂરની ભત્રીજી શનાયા કપૂરે આગળ જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા તેનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ સાવચેતી હેઠળ બીજી વાર ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.SSS