Western Times News

Gujarati News

સંજય ગુપ્તાના સ્વજનો-સગાની મિલ્કતો પર પણ ઈડીની નજર

અમદાવાદ: અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ માં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર પૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તાની ૧૪.૧૫ કરોડ રૂપિયાની મિલકતો ઈડીએ ટાંચમાં લઈને વધુ તપાસ આદરી છે. અગાઉ પણ ગુપ્તાની ઘણી મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી. ગુપ્તા વિરુદ્‌ધ મની લોન્ડરીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં સંજય ગુપ્તા સહિત ગુજરાતના ઘણા બધા મોટા માથાઓની સંડોવણી પણ સામે આવી હતી. આટલું જ નહીં ચાલાક સંજય ગુપ્તાએ પોતાના સ્વજનો અને ઓળખીતાઓ ના નામે પણ ઘણી બધી મિલકત વસાવી લીધી છે જે અંગેની પણ તપાસ ચાલી રહી છે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ને કામગીરી ગુજરાતના પૂર્વ આઈએએસ સંજય ગુપ્તાની કંપનીને સોંપવામાં આવી હતી.સંજય ગુપ્તાએ જુદી-જુદી બોગસ કંપનીઓના રજીસ્ટ્રેશન કરાવી કોઈપણ મારીને ખરીદી કયાર્ વગર બોગસ બિલો જનરેટ કરી કરોડો રૂપિયાના કૌભાંડ કયાર્ હતા. જેનો પદાર્ફાશ થતાં સંજીવ ગુપ્તા વિરુદ્‌ધ ફરિયાદો નોંધાઇ હતી. જેમાં અમદાવાદ ઈડીએ પણ મની લોન્ડરીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ આદરી હતી. જેમાં અધિકારીઓએ સંજય ગુપ્તાની ઘણી બધી પ્રોપર્ટી શોધી કાઢી લેવાનું અભિયાન આદયુँ હતું. જેમાં સંજય ગુપ્તાની અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કરોડો રૂપિયાની મિલકત વસાવી હતી જે સામે આવતા અમદાવાદ અને ગાંધીનગરની મિલકતો નો ઘણો ભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા ડાન્સમાં લેવામાં આવ્યો હતો જે અભિયાન અંતર્ગત અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કે સંજય ગુપ્તાની દિલ્હી તથા નોઇડામાં નિશા ગ્રુપમાં હોટલ લક્ઝુરિયસ ફ્લેટ તથા મોટો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ છે જેની કિંમત ૧૪.૧૫ કરોડ થાય છે આ મિલકતો ડિપાર્ટમેન્ટ દ્વારા ટાંચમાં લેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.