સંજય દત્તને લીલાવતી હોસ્પિટલથી રજા મળી
મુંબઈ, અભિનેતા સંજય દત્તને સોમવારે લીલાવતી હોસ્પિટમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સંજય દત્તનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ઘણું ઓછું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એ પછી તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ૬૧ વર્ષિય અભિનેતાને હોસ્પિટલમાં એડમિટ થયા બાદ તેમને આઈસીયુમાં ઓબઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. તેમનું ફુલ બોડી ચેકઅપ થયું હતું. આરટી પીસીઆર માટે સ્વેબ ટેસ્ટ પણ લેવામાં આવ્યો. તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. સંજય દત્તના સ્વાસ્થ્યને લઈને સમાચાર આવતા જ તેમના ચાહકો પરેશાન થઈ ગયા હતા. એવામાં સંજય દત્તે હોસ્પિટલમાંથી સોશિયલ મીડિયા દ્વારા મેસેજ શેર કરી તેઓએ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ અને તેમના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો.SSS