સંજય દત્ત અચાનક મુંબઇ છોડી પત્ની સાથે વિદેશ રવાના
મુંબઇ, બોલીવુડ એકટર સંજય દત્ત ફેફસાના કેન્સરનો સામનો કરી રહ્યો છે એકટરે ૧૧ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ પોતે લંગ કેન્સરથી પીડિત હોવાની જાણકારી પોતાના પ્રશંસકોને આપી હતી આ બીમારીથી વિષે જાણતા જ સંજય દત્તે તેની ટ્રીટમેંન્ટ લેવાની શરૂ કરી દીધી છે.
હાલમાં તેઓ મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં કીમોથેરપીનો પહેલું ચરણ પુરૂ કર્યું છે આ દરમિયાન અહેવાલ છે કે સંજુ બાબા અચાનક મુંબઇ છોડીને વિદેશ જતાં રહ્યાં છે તેમની પત્ની માન્યતા દત્ત પણ તેમની સાથે છે એકટરે મુંબઇ અચાનક છોડતા પ્રશંસકો તેમની ચિંતા કરી રહ્યાં છે સંજય અને માન્યતા બંન્ને ચાર્ટડ ફલાઇટમાં સાથે ગયા છે.
સંજય પોતાની પત્ની માન્યતા દત્તની સાથે ૧૫ સપ્ટેમ્બરની સાંજે ચાર વાગે મુંબઇથી દુબઇ માટે રવાના થયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર એકટર પોતાના બાળકો શહરાન અને ઇકરાને ખુબ મિસ કરી રહ્યાં હતાં અને તેમને મળવા માટે જ તેઓ દુબઇ રવાના થયા રિપોર્ટમાં સુત્રોએ કહ્યું કે લગભગ સાતથી દસ દિવસ સુધી દુબઇમાં રહ્યાં બાદ સંજય અને માન્યતા પરત મુંબઇ આવી જશે સહરાન અને ઇકરા હાલ દુબઇમાં છે અને પોતાના કલાસિસ લઇ રહ્યાં છે.
સંજય દત્તને ફેફસાના કેન્સર સામે લડતા એક મહિનાથી વધુ સમય થઇ ગયો છે અનેકવાર તેમને હોસ્પિટલ જતાં પણ સ્પોટ કરવામાં આવ્યા છે. સંજય કેન્સર સામે જંગ લડી રહ્યાં છે પરંતુ તેઓએ આ બીમારીને પોતાના કામને આડે આવવા દીધી નથી તેઓ સારવારની સાથે સાથે પોતાની નવી ફિલ્મ શમશેરાના શુટીંગ ઉપર પણ ફોકસ કરી રહ્યાં છે. મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં હાલ સંજય દત્તની સારવાર ચાલી રહી છે. અને એકટર સતત ડોકટર્સના સંપર્કમાં છે.HS