સંજય દત્ત અને રણબીર કપૂરની ‘શમશેરા’નું શૂટિંગ ટળ્યું
કોરોના વાઇરસના પ્રકોપને કારણે લોકડાઉનમાં અનેક પ્રોડક્શન હાઉસ દ્વારા સરકારી ગાઇડલાઇન્સનું પાલન કરી અટવાયેલા પ્રોજેક્ટ્સના શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ શમશેરાનું શૂટિંગ શરૂ થઈ શક્યું નથી.
આ ફિલ્મને ૩૧ જુલાઇના રોજ રીલિઝ કરવાનું આયોજન હતું પરંતુ જ્યારથી કોરોના વાઇરસ મહામારી શરૂ થઈ ત્યારથી શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. આ મામલે થોડા વિચાર વિમર્શ બાદ રણબીર કપૂર અને સંજય દત્તને ૧ ઓગસ્ટે પેચવર્ક પૂરું કરવા વાયઆરએફ સ્ટુડિયો જવાનું હતું પરંતુ આમાં હજુ ઘણો સમય લાગશે.
મુંબઈમાં સતત કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મ સાથે જાેડાયેલા તમામ લોકોની સલામતિ વધુ મહત્વની છે એમ ફિલ્મના સૂત્રોએ જણાવ્યું હતું. આ ફિલ્મનું આગળનું કામકાજ ૧૫ ઑગસ્ટ સુધીમાં શરૂ થાય તેવી શક્યતાઓ છે.આ પિરીયડ ડ્રામા ફિલ્મમાં રણબીર કપૂર એક ડાકુની ભૂમિકા ભજવી રહ્યો છે જેમાં તેની સાથે સંજય દત્ત ઉપરાંત વાણી કપૂર જાેવા મળશે.