સંજય દત્ત આગામી ફિલ્મમાં મહારાજાના પાત્રમાં જોવા મળશે
મુંબઇ, સંજય દત્ત હાલ પોતાની આવનારી ફિલ્મ માટે ચર્ચામાં છે. તે અને પ્રીતિ ઝિન્ટા આગામી ફિલ્મમાં સાથે જાેવા મળવાના છે. આ ફિલ્મની વાર્તા વર્લ્ડ વોર ટુની આસપાસની છે. જેમાં સંજય દત્ત મહારાજા અને પ્રીતિ ઝિન્ટા મહારાણીના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પોલેન્ડ, રશિયા, જર્મની, લંડન અને ગુજરાતમાં કરવામાં આવશે. ફિલ્મના શૂટિંગનું પ્રથમ શેડયુલ ડિસેમ્બરમાં કરવામાં આવશે.
ફિલ્મના આઉટડોરનું શૂટિંગ ૯૦ દિવસનું હશે જ્યારે ગુજરાતમાં થોડા દિવસોનું શૂટિંગ હશે. ફિલ્મ ધ ગુડ મહારાજામાં સંજય દત્ત, પ્રીતિ ઝિન્ટા ઉપરાંત ગુલશન ગ્રોવર, શરદ કપૂર, દીપરાજ રાણા, ધ્રુવ ગુપ્તા મહત્વના પાત્રમાં જાેવા મળશે.
ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત છેલ્લે સાલ ૨૦૧૯માં કલંક ફિલ્મમાં જાેવા મળ્યો હતો જેમાં તેણે બલરાજ ચૌધરીની ભૂમિકા નિભાવી હતી. પ્રીતિ ઝિન્ટા છેલ્લે સાલ ૨૦૧૮માં ભૈયાજી સુપરહિટ ફિલ્મમાં જાેવા મળી હતી. જેમાં તેણે સની દેઓલ સાથે કામ કર્યું હતું. જાેકે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા મળી નહોતી.HS