Western Times News

Gujarati News

સંજય દત્ત : Cancer થયું હોવાની જાણ થતા કલાકો સુધી રડ્યો હતો

મુંબઇ, બોલિવૂડ એક્ટર સંજય દત્તે હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના કેન્સર સામેના સંઘર્ષ અને પર્સનલ લાઈફની મુશ્કેલીઓ વિશેની વાત કરી હતી. જેમાં સંજય દત્તે જણાવ્યું કે મેં એક સમયે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું કારણકે મને લાગતું હતું કે ડ્રગ્સ લેવાથી હું યુવતીઓની સામે કૂલ દેખાઈશ. માટે મેં ડ્રગ્સનું સેવન શરૂ કર્યું હતું. આ ઈન્ટરવ્યુમાં સંજય દત્તે કહ્યું કે હું ત્યારે ખૂબ શરમાળ વ્યક્તિ હતો.

માટે મેં કૂલ દેખાવાનું નક્કી કર્યું હતું. મને એવું લાગતું હતું કે ડ્રગ્સનું સેવન કરવાથી હું છોકરીઓની સામે કૂલ દેખાઈશ. મેં મારા જીવનના ૧૦ વર્ષ રૂમ અથવા બાથરૂમમાં પસાર કર્યા છે. મને શૂટિંગમાં પણ કોઈ રુચિ નહોતી. ત્યારબાદ લોકો મને ‘ચરસી’ કહીને બોલાવતા હતા. પછી મેં કસરત કરવાની શરૂ કરી અને મારામાં ઘણો બદલાવ આવ્યો.

પછી લોકો એવું કહેતા હતા કે વાહ શું બૉડી છે. પોતાના કેન્સર સામેના સંઘર્ષ વિશેની વાત કરતા સંજય દત્તે કહ્યું કે જ્યારે મને એ વાતની જાણ થઈ કે મને કેન્સર થયું છે ત્યારે હું કલાકો સુધી રડ્યો હતો. સંજય દત્તના જણાવ્યા મુજબ, પહેલા તો મને અને ડૉક્ટરને એવું લાગ્યું કે કદાચ ટીબી હશે કારણકે એક્સ-રેમાં અડધાથી વધારે ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું.

પણ, તે કેન્સર હતું. એક્ટર સંજય દત્તે વધુમાં જણાવ્યું કે કેન્સરની સારવાર દરમિયાન કીમોની થેરાપી બાદ હું દરરોજ સાઈકલ ચલાવતો હતો અને ૨થી ૩ કલાક બેડમિન્ટન રમતો હતો. હવે સંજય દત્ત એકદમ સ્વસ્થ છે અને કેન્સરમાંથી મુક્ત છે.

સંજય દત્તે સૌથી પહેલા પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘શું તે લગ્ન કરી રહ્યો છે?’. તેમણે ઉમેર્યું હતું કે, ‘જાે તે લગ્ન કરી રહ્યો છે, તો હું ખરેખર તેના માટે ખુશ છું. આલિયા મારી સામે જન્મી છે અને મોટી થઈ છે. મેરેજ એ કમિટમેન્ટ છે જે બંને એકબીજાને આપી રહ્યા છે.

તેઓ હંમેશા એકબીજાની સાથે રહે તેવી શુભેચ્છા. એકબીજાનો હાથ પકડીને સુખ, શાંતિ અને કરિયરમાં સાથ આપે. જલ્દી બાળકો લાવી દે રણબીર અને હંમેશા ખુશ રહે’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.