સંજય દત્ત, પરવેઝ મુશર્રફની મુલાકાતનો ફોટા વાયરલ
મુંબઇ, ૨૦૧૬માં જમ્મુ-કાશ્મીરમાં ઉરી આતંકી હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ખટાશ છે. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. બોલીવુડે પણ આ ર્નિણય સાથે સહમત થતા પાકિસ્તાની કલાકારો સાથે કામ ન કરવા જણાવ્યું હતું. બંને દેશો વચ્ચેના સંબંધો હજુ સુધર્યા નથી.
આવી સ્થિતિમાં બોલીવુડ એક્ટર સંજય દત્તની એવી તસવીર વાયરલ થઈ રહી છે, જેના પર સતત સવાલો ઉઠી રહ્યા છે. વાયરલ થઈ રહેલી આ તસવીરમાં સંજય દત્ત પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મળતો જાેવા મળી રહ્યો છે.
સંજય દત્ત અને પરવેઝ મુશર્રફની આ મુલાકાત ક્યારે થઈ, તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ શકી નથી. વાયરલ થઈ રહેલી આ તસવીરમાં મુશર્રફ વ્હીલચેર પર બેઠેલા જાેવા મળે છે જ્યારે સંજય દત્ત તેમની બાજુમાં ઉભો છે. બંને નેતાઓના હાવભાવ પરથી એવું લાગી રહ્યું છે કે તેઓ કંઇક વાત કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દત્ત અને મુશર્રફની આ મુલાકાત અચાનક થઈ હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહી છે, જાેકે સંજય દત્ત અને પરવેઝ મુશર્રફ બંનેએ તેને પોતાના ઓફિશિયલ હેન્ડલ્સથી શેર કર્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ બંનેની આ મુલાકાત દુબઈમાં થઈ હતી.
સોશિયલ મીડિયા પર સંજય દત્તની આ મુલાકાતથી લોકો ખૂબ જ નાખુશ છે. લોકો માત્ર સંજય દત્તને જ નહીં પરંતુ સમગ્ર બોલીવુડને નિશાન બનાવી રહ્યા છે.SSS