સંજય રાઉતની પ્રતિક્રિયા-કંગનાની પાસે અમદાવાદને મિનિ પાક. કહેવાની હિંમત છે
સંજય રાઉતે વાત કરતી વખતે ભાષાની મર્યાદા ઓળંગતા બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને હરામખોર છોકરી ગણાવી
મુંબઈ, શિવસેનાના નેતા સંજય રાઉત અને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત વચ્ચે જુબાની જંગ થમવાનું નામ નથી લઈ રહી. હવે સંજય રાઉતે કહ્યું કે કંગનાએ મુંબઇને મિની પાકિસ્તાન કહે છે, શું આ નિવેદન તે અમદાવાદને લઇ આપી શકે છે?
જણાવી દઈએ કે, શિવસેનાના નેતા સંજય રાઉતે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે ભાષાની મર્યાદા ઓળંગતા બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને હરામખોર છોકરી ગણાવી હતી. જે બાદ કંગનાએ મુંબઈની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી. ત્યારબાદ હવે બંને વચ્ચે શાબ્દિક જંગ વધુ ઉગ્ર બની ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, જો કંગના રનૌત મહારાષ્ટ્રની માફી માંગશે તો હું તે અંગે (માંફી માંગવા) વિચાર કરીશ.
કંગના મુંબઈને પાકિસ્તાન કહે છે. શું તેની પાસે અમદાવાદને પાકિસ્તાન કહેવાની હિંમત છે? સંજય રાઉતે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા મોટાભાગના લોકો કંગનાના સમર્થનમાં જોડાઈ ગયા છે. બોલીવુડ એક્ટ્રેસ દિયા ર્મિજા પણ કંગનાના સપોર્ટમાં આવી ગઈ છે. સંજય રાઉતની ભાષા પર કડક નારાજગી વ્યક્ત કરતાં દીયાએ કંગનાના સમર્થનમાં લખ્યું હતું કે સંજય રાઉત દ્વારા ‘હરામખોર’ શબ્દના ઉપયોગની હું નિંદા કરું છું.
સાહેબ, કંગનાએ જે કહ્યું તેના પર નારાજગી વ્યક્ત કરવાનો તમારો અધિકાર છે, પરંતુ આવી ભાષાનો ઉપયોગ કરવા બદલ તમારે માફી માંગવી જોઈએ. જણાવી દઈએ કે સંજય રાઉતે કંગનાને મુંબઇ આવ્યા બાદ જોઈ લઈશે તેવી ધમકી આપી હતી. તેના જવાબમાં કંગનાએ કહ્યું છે કે તે ૯ સપ્ટેમ્બરના રોજ મુંબઇ આવી રહી છે અને જે બગાડવું હોય તે બગાડી લે. સંજય રાઉતે પોતાના નિવેદન પર મક્કમ રહે છે કે પછી અભદ્ર ભાષાના પ્રયોગ બદલ માફી માંગે છે તે હવે જોવાનું રહ્યું.