Western Times News

Gujarati News

સંજય રાઉતે મુંબઇ પાછા નહીં આવવાની ધમકી આપી: કંગના

મુંબઇ, કંગના રનૌત બોલીવુડમાં નેપોટિઝમ અને ઇડસ્ટ્રીઝના ડ્રગ્સ લિંક પર સતત બોલી રહી છે. ગત દિવસોએ તેણે સુરક્ષા મળવાના નામ પર કહ્યું હતું કે તેમને મુંબઇ પોલીસથી વધુ ખતરો છે હવે કંગનાએ આરોપ લગાવ્યો છે કે શિવસેના નેતા સંજય રાઉતે તેમને મુંબઇ પાછા નહીં ફરવાની ઘમકી આપી છે એ યાદ રહે કે હાલ કંગના પોતાના હોમટાઉનમાં છે. કંગનાએ ટ્‌વીટ કર્યું શિવસેના નેતા સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી છે અને મને કહ્યું છે કે મુંબઇ પાછી ન ફરૂ મુંબઇની ગલીઓમાં આઝાદી ગ્રૈફિટી અને હવે ખુલ્લી ધમકી મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવું ફીલીંગ કેમ આપી રહ્યું છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

તાજેતરમાં કંગનાએ કહ્યું હતું કે તેમણે બોલીવુડના ડ્રગ્સ લિંકની બાબતમાં ખુબ કાંઇ ખબર છે તે નારકોટિકસ કંટ્રોલ બ્યુરોની મદદ કરવા ઇચ્છતી હતી પરંતુ તેને સુરક્ષા જાેઇએ તેના પર ભાદપના નેતા રામ કદમે મહારાષ્ટ્ર સરકારને ટ્‌વીટ કરી સવાલ ઉઠાવ્યો હતો તેના પર કંગનાએ જવાબ આપ્યો હતો કે તે સેંટર કે હિમાચલ પ્રદેશથી સુરક્ષા ઇચ્છે છે. મુંબઇ પોલીસથી તેને ડર હોવાનું જણાવ્યું હતું. દરમિયાન સંજય રાઉતે સામનામાં લખ્યું છે કે મુંબઇમાં રહેતા કંગનાનું આવુ ંકહેવુ શરમજનક છે.રાઉતે લખ્યું છે કે અમે તેને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરી મંુબઇ ન આવો આ મુંબઇ પોલીસની બેઇજ્જતી છે.ગૃહ મંત્રાલયને તેના પર એકશન લેવા જાેઇએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.