સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં શાહરૂખ કેમિયો કરશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/11/love-and-war.jpg)
રણબીર અને શાહરૂખ સાથે જોવા મળશે
એક્ટર રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની બહુ ચર્ચિત ફિલ્મ લવ એન્ડ વોર આ દિવસોમાં ચર્ચામાં છે
મુંબઈ,
રણબીર કપૂરની ફિલ્મ લવ એન્ડ વોરની ખૂબ જ ચર્ચા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન કેમિયો કરતો હોવાના અહેવાલ છે. શાહરૂખ ખાન સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં એક કેમિયો હશે, રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરશે.એક્ટર રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની બહુ ચર્ચિત ફિલ્મ લવ એન્ડ વોર આ દિવસોમાં ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે શાહરૂખ ખાન આ ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં શાહરૂખ ખાન સાથે એક ખાસ સિકવન્સ જોવા મળશે. આ અંગે શાહરૂખ અને સંજય લીલા ભણસાલી વચ્ચે મુલાકાત પણ થઈ હતી.એક અહેવાલ મુજબ, જો બધું પ્લાન મુજબ ચાલ્યું તો શાહરૂખ જાન્યુઆરી ૨૦૨૫માં તેના કેમિયો માટે શૂટ કરશે. ફિલ્મના સેકન્ડ હાફમાં શાહરૂખના પાત્રની એન્ટ્રી થશે. જ્યાં તે રણબીરના પાત્રને સમજાવશે એટલે કે તેની અને રણબીર વચ્ચે વાતચીતનો સીન હશે.શાહરૂખ ખાને રણબીર કપૂરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં કેમિયો પણ કર્યાે હતો.ss1