સંજય વિન્ટેજ કારમાં પૂનમને પરણવા આવ્યો
મુંબઈ, કુંડલી ભાગ્ય’ના એક્ટર સંજય ગગનાનીએ લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ પૂનમ પ્રીત સાથે લગ્ન કરી લીધા છે. પૂનમ અને સંજયે ૨૮ નવેમ્બરે ધામધૂમથી લગ્ન કર્યા છે. કપલના લગ્નના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
લગ્નમાં સંજયે બેજ રંગની શેરવાની પહેરી હતી જ્યારે મરૂન રંગના લહેંગામાં પૂનમ ખૂબસૂરત લાગતી હતી. અંજુમ ફકીહ, રૂહી ચતુર્વેદી, અભિષેક કપૂર, સુપ્રિયા શુક્લા જેવા સંજયના ‘કુંડલી ભાગ્ય’ના કો-એક્ટર્સ પણ લગ્નમાં સામેલ થયા હતા.
રવિવારે સવારે સંજય અને પૂનમે ગુરુદ્વારામાં શીખ રિવાજાે મુજબ લગ્ન કર્યા હતા.સંજયે લગ્નની સુંદર તસવીરો શેર કરતાં લખ્યું, “૨૮.૧૧.૨૦૧. પ્રેમ, હાસ્ય અને હંમેશા ખુશીઓથી ભરેલું જીવન. સંજય અને પૂનમે લગ્નમાં મિત્રો અને પરિવારજનો સાથે ખૂબ મસ્તી કરી હતી. દુલ્હેરાજાએ વિન્ટેજ કારમાં એન્ટ્રી લીધી હતી. બાદમાં જાનૈયાઓ સાથે ખૂબ ભાંગડા પણ કર્યા હતા.
એન્ટ્રી બાદ સંજય અને પૂનમે સ્ટેજ પર એકબીજાને વરમાળા પહેરાવી હતી. વરમાળા વખતે સંજયના મિત્રોએ તેને ઊંચકી લીધો હતો. પૂનમે વરમાળા પહેરાવ્યા બાદ સંજયે તેને આઈ લવ યુ કહ્યું હતું.
વરમાળા પહેરાવાનો સંજયનો વારો આવ્યો ત્યારે પૂનમના મિત્રોએ તેને પાછી ખેંચી હતી ત્યારે સંજય વરમાળા લઈને ઘૂંટણિયે બેસી ગયો હતો અને પૂનમ નીચી નમી હતી. પૂનમને વરમાળા પહેરાવ્યા બાદ સંજયે તેને કપાળ પર કિસ કરી હતી. કપલની આ ક્યૂટ મોમેન્ટનો વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.SSS