સંજેલીનગરમાં રાત્રી સભામાં ગ્રામજનોની પ્રાથમિક સમસ્યાની ધારદાર રજૂઆત
પ્રતિનિધિ સંજેલી : સંજેલી તાલુકા મથકે પ્રાંતની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઇ પીવાના પાણીનો કૂવો ગટર યોજનામાં બેદરકારી જાહેર શૌચાલય અને પાણીની પરબનો અભાવ આંગણવાડી અને પ્રાથમિક શાળા પાસે ગંદકી pmay આવાસોમાં 0થી16 સ્કોરના લાભાર્થી લાભ થી વંચિત સંજેલીના મુખ્ય માર્ગોની બિસ્માર હાલત ગ્રામસભામાં લોકોને જાણ કરાતી નથી ગામમાં સ્ટ્રીટ લાઈટમાં એલઇડી લાઇટનો અભાવ ખેતીવાડી વીજ પુરવઠો મળતો નથી જેવી અનેક સમસ્યાથી પીડાતા ગ્રામજનોની ધારદાર રજૂઆત થતાં પ્રાંત અધિકારી ચોકી ઉઠ્યા હતા ખેડૂત પોતાના હિસ્સાની જમીન અન્ય ભાગીદારોની સંમતિ વગર વેચી શકે છે
સંજેલી તાલુકા મથકે પ્રાંતની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઇ હતી સંજેલી ખાતે પીવાના પાણી માટે નવા કૂવાની માંગ ગટરો બનાવી પૂરતી લાઈનો જોડવામાં આવતી નથી જાહેર શૌચાલય અને પરબનો અભાવ સંજેલી આંગણવાડી અને પ્રાથમિક શાળા પાસે ગટરના ગંદા પાણીની સમસ્યાનો બે વર્ષથી રજૂઆત છતાં પણ તંત્ર બેદરકારી આવાસ યોજનામાં 0થી16 લાભાર્થીઓ લાભથી વંચિત ટીસાના મુવાડા ગામે સ્ટ્રીટ લાઇટનો અભાવ નગરમાં સ્ટ્રીટ લાઇટમાં સોલર અને એલઇડી ને બદલે ટ્યૂબ લાઇટ લગાડવામાં આવી રહી છે
પ્રાંત અધિકારીએ રજૂઆતને ધ્યાને લઇ યોગ્ય નિકાલ કરવાની બાહેધરી આપી હતી જમીનને લગતી સમસ્યા વિશે પ્રાંત અધિકારી એસ ડી ચૌધરીએ વિસ્તૃત માહિતી આપી હતી ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇ આપણા વિસ્તારમાં ઘઉંની ખેતી કરવામાં આવે છે પરંતુ ઘઉં ખાવામાં ઉપયોગ કરવામાં આવતો નથી જેના કારણે આપણા વિસ્તારમાં કુપોષણનું પ્રમાણ વધારે છે આરોગ્યની આશા વર્કરો પણ સગર્ભા બહેનોને નોંધણી સમયસર કરતા નથી જે સમયસર થાય તેની સૂચના આપવામાં આવી હતીખેતીની જમીનમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કરી ધરતી માતાની દશા બદલી નાખી છે પંજાબમાં રાસાયણિક ખાતર અને દવાનો વધુ ઉપયોગ થતાં ત્યાંના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે આપણા વિસ્તારમાં છાણિયા ખાતાનો ઉપયોગ કરી આવનારી પેઢીનું ભાવિ સુધાર્યા ખેતીની નકલમાં ગમે તેટલા ખેડૂતના નામો હોય તે પોતાના હિસ્સાની જમીન અન્યની સંમતિ વગર વેચી શકે છે પાણી પોતે બચાવવું પડશે ચોમાસામાં વહેતું પાણી જમીનમાં ઉતારવું પડશે જેવી અનેક પ્રાંત અધિકારીએ માહિતી આપી હતી