સંજેલીબોર્ડની પરીક્ષા કેન્દ્રમાં શંકાસ્પદ કામગીરી જણાતાં ત્રણ શાળાનો સ્ટાફ બદલી દેવાયો
દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આવેલા ત્રણ પરીક્ષા કેન્દ્રોમાં તાલુકાની શાળાઓનું તેમજ નોન ગ્રાન્ટેડ શાળાનું રિઝલ્ટ ના બગડે તેમાટે ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના અંદરો અંદરનો ચોરીના ધુષણનો વિખવાદ ચરમ સીમાએ પહોંચતાં પરીક્ષા કેન્દ્રમાં ચાલતા ગેરકાયદેસર કામગીરીની પોલો ખુલવા લાગી છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ ને નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો દ્વારા સંજેલી ની કિરણ વિદ્યાલયમાં સહિત કેન્દ્રો પર ચોરી કરાવતા તેમજ શંકાસ્પદ કામગીરી થતી હોવાનું ધ્યાને આવતા બોર્ડ સ્કવોડના રિપોર્ટ અને જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની સૂચના થી જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રણ શાળામા સ્ટાફ બદલી પ્રાથમિક શિક્ષકોને હવાલે કરી દીધો છે
સંજેલી ખાતે આવેલી અભિનંદન માધ્યમિક શાળામાં વર્ગખંડ ઓછા પડતાં પરીક્ષાર્થીઓને બહાર લોબીમાં બેસી પરીક્ષા આપવાની નોબત આવી. સંજેલી ની કિરણ વિદ્યાલયમાં ગણિતના પેપરમાં 2 બ્લોકમાં એકજ સુપરવાઇઝરે ફરજ બજાવી હતી.તેમજ શાળાના કમ્પાઉન્ડમાં જ સરપંચનું રહેઠાણ હોવાની તેમજ આસપાસમાં રહેણાક વિસ્તાર પણ તંત્ર ને ધ્યાને આવ્યું છે તેમજ વર્ગખંડોમાં ચોરીમા નિષ્કાળજી બેદરકારી પણ સામે આવી છે જેથી સ્થળ સંચાલક સહિત શિક્ષકોની શંકાસ્પદ કામગીરી જણાતા કેન્દ્ર સંચાલક સહિત આખે આખો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે જ્યારે કન્યા વિદ્યાલયમાં 6 શિક્ષકો અભિનંદન માધ્યમિક શાળા યુનિટ એકમા 4 તેમજ યુનિટબેમાં 6 શિક્ષકો મળી કુલ 33 પ્રાથમિક શિક્ષકો પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે
જવાબ ગેરહાજર રહેનાર શિક્ષકોની માહિતી મંગાવવામાં આવી છે કિરણ વિદ્યાલયમાં ટોટલી સ્ટાફ બદલી નાખવામાં આવ્યો છે પરીક્ષા દરમિયાન શંકાસ્પદ કામગીરી તેમજ રહેણાક વિસ્તાર હોવાનું ધ્યાને આવ્યું છે.તેમજ ગણિતના પેપરમાં બે બ્લોકમાં એક જ સુપરવાઇઝર ફરજ બજાવી હોવાનું પણ સ્ક્વોડના રિપોર્ટમાં ખુલાસો થયો છે . જિલ્લા શિક્ષણ અધિકારી એ બી પ્રજાપતિ