સંજેલીમાં આદિવાસી સમાજનો સમૂહલગ્ન કારોના વાઇરસને કારણે મોકુફ રખાયો
પ્રથમ સમૂહલગ્ન 12 5 2020 ના રોજ સંજેલી ખાતે આદિવાસી સમાજનો સમૂહલગ્ન યોજાશે.
પ્રતિનિધિ સંજેલી: સંજેલી તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા પ્રથમ વખત સમૂહલગ્ન મહોત્સવની તારીખ નક્કી કરવામાં આવી હતી પરંતુ દેશ વિદેશમાં કારોના વાયરસના હાહાકાર ને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભીડવાળી જગ્યા મેળાઓ જાહેર સભાઓ હાટ બજાર વગેરે જેવી જગ્યા પર હાલ પૂરતો રોગ લગાવ્યો છે ત્યારે આવા કુદરતના કહેર ની સામે માણસની વિસાત નથી ત્યારે સંજેલી ખાતે 29 3 ને રવિવારના રોજ આદિવાસી સમાજ દ્વારા સમૂહલગ્ન યોજવા આયોજન કરવામાં આવ્યું હતું તે હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યું છે તેમજ આ સમૂહ લગ્ન આદિવાસી સમાજ દ્વારા તારીખ 12 5 2020 ના રોજ સંજેલી ખાતે સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે જેથી આ સમૂહલગ્નમાં જોડાવા ઇચ્છતા તમામ વર કન્યાના લગ્નમાં જોડાઇ લાભ લેવા સમાજના આગેવાન કરતાં જાણ કરવામાં આવે છે દ્વારા તેમજ ગામના અને સમાજના આગેવાનો વડીલો ને આદિવાસી સમાજ તરફથી જાણ કરવામાં આવે છે