સંજેલીમાં કર્મચારીઓએ બોર્ડની ધોરણ-10ની પરીક્ષા આપી
ઉચ્ચતમ પગાર ધોરણ મેળવવા ccc અને હિન્દી ફરજિયાત કરાતા .
પ્રતિનિધિ સંજેલી 17 3 ફારૂક પટેલ સંજેલી માં રાજ્ય સરકારના કર્મચારીઓએ ઉચ્ચતર ધોરણ ના પગાર ગ્રેડ મેળવવા સીસીસી અને હિન્દી વિષય ફરજીયાત કરાતાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ હિન્દી ની પરીક્ષા આપી. રાજ્ય સરકાર દ્વારા વખત વખતના પરિપત્રને ધ્યાને લઇ સીસીસી અને હિન્દી ફરજિયાત કરાતા રાજ્ય સરકારના કર્મચારીઓ ઉચ્ચતર પગાર ધોરણ નો ગ્રેડ મેળવવા હિન્દી વિષય મરજિયાત હતો તેને હિન્દી વિષયને ફરજિયાત કરવા મંગળવારના રોજ મોટી સંખ્યામાં કર્મચારીઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી.